આપનો દેશ ભલે આગળ વધી ગયો હોય પણ અહીં વસતા સામાન્ય માણસે પોતાનું કામ કરાવવા માટે સરકારી ઓફિસોમાં ધક્કાઓ ખાવા જ પડે છે. એવું નથી કે જે મોટી પોસ્ટ પર પહોંચી જાય છે એટલે એમનો રવૈયો આવો થઇ જાય છે કે એ લોકોને ધક્કાઓ ખવડાવે, પરંતુ તેમના સુધી પહોંચવા માટેની જે સીધી હોય છે એ ખૂબ જ લાંબી અને કઠોર હોય છે.
એવું કહેવામાં આવે છે કે કેટલીકવાર જીવનમાં એવી ઘટનાઓ બને છે જે જીવનને નવી દિશા આપે છે અને લોકો ખૂબ મુશ્કેલ અને અશક્ય કાર્ય પણ કરી શકે છે. આવી જ એક કહાની છે મહારાષ્ટ્રની એક છોકરીની. જેને નવ વર્ષની ઉંમરે તેના પિતાની પરેશાની જોઈને નક્કી કર્યું હતું કે, તેના પિતાને હવે પછી ક્યારેય આવી પરેશાનીનો સામનો નહી કરવો પડે. એના માટે તે પોતા જ એ સ્થાન પર પહોંચશે જ્યાં તેનું જીવન જ બદલાઈ જશે. આ છોકરીના પિતા માત્ર એક હસ્તાક્ષર માટે કલેકટરની ઓફિસના રોજ ધક્કાઓ ખાતા હતા, ત્યારે આ દીકરીએ નક્કી કર્યું હતું કે જે એના પિતાએ સહન કરવું પડ્યું એ બીજા કોઈના પિતાએ સહન ન કરવું પડે એટલે એ પોતે કલેકટર બનશે.
ઘણા વર્ષો પહેલા, એક ખેડૂત મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સરકારી ઑફિસમાં નીચેથી લઈને ઉપર સુધી તેના દસ્તાવેજો પર સહી કરાવવા માટે ભાગ દોડ કરી રહ્યો હતો. તે ખેડૂતની નવ વર્ષની પુત્રી રોહિણી ભાજીભાકરેને પૂછ્યું, ‘તમે શું કરો છો? તમે કેમ આટલા બધા પરેશાન થઈ રહ્યા છો? આખરે, એવું તે શું કારણ છે કે સત્તાવાર ઘોષણા પછી પણ, તમારે આટલું બધુ ભટકવું પડે છે? આ માટે કોણ જવાબદાર છે?’ ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો, ‘જિલ્લા કલેકટર’ એમની સહી આપણા દસ્તાવેજોમાં નથી. આ જવાબ સાંભળીને છોકરીએ નક્કી કરી લીધું કે તે કલેકટર બનશે. આ સાંભળી એ બાળકીને મનમાં લાગી આવ્યું ને તેણે ત્યારે જ તેના પિતાને વચન આપ્યું કે હું મોટી થઈને કલેક્ટર બનીશ ને તમારી બધી જ પરેશાની હું દૂર કરીશ.
આખરે આ દીકરીએ આ પિતાનું સપનું સાકાર કરી દેખાડ્યું અને એક આઈએએસ અધિકારી બની જ ગઈ. આપણે જેની વાત કરી રહયા છીએ એ છે આઈએએસ અધિકારી રોહિણી ભાજીભકરે.
પિતાને વચન આપ્યાના 23 વર્ષ પછી દીકરી બની કલેક્ટર:
નવ વર્ષની ઉંમરમાં પોતાના પિતાને વચન આપ્યા પછી રોહિણી ભાજીભાકરે 23 વર્ષ પછી આઈએએસ અધિકારી બનીને તેણે આપેલ વચન પૂરું કર્યું. આજે રોહિણી તમિલનાડુના પ્રથમ મહિલા કલેક્ટર બની ગઈ છે. પોતાની કામગીરી સાથે સાથે મૂળ મરાઠી રોહિણી ભાજીભાકરેએ પોતાની બોલચાલમાં પણ ઘણું પરિવર્તન લાવી છે. તે મદુરાઇ જીલ્લામાં તમિલ પણ બોલી શકે છે. જિલ્લા સલેમને 170 પુરુષ કલેક્ટર પછી પ્રથમ મહિલા કલેક્ટર મળી છે. રોહીણીને તેની આ ઉપલબ્ધી પર ગર્વ છે સાથે જ તે પોતાની જૂની વાતોને યાદ કરીને જણાવે છે કે. “મારા પિતાજીને પરેશાની જોઈને આજે હું એક સરકારી જાહેર સેવક બની છુ.” રોહિણી કોઈ પણ કાર્ય કરતા પહેલા એના પર વિચાર કરે છે અને ખૂબ જ સુઝબુઝ સાથે કોઈ પણ કાર્ય કરે છે.
રોહિણી જણાવે છે કે ‘મેં સરકારી શાળામાંથી અભ્યાસ કર્યો છે અને મારો એન્જીનીયરીંગનો અભ્યાસ એક સરકારી કોલેજથી જ થયો છે. સાથે જ મેં સિવિલ સેવા પરીક્ષા માટે ખાનગી કોચિંગ ક્લાસનો સહારો પણ નથી લીધો. મારા અનુભવે મને વિશ્વાસ અપાવ્યો છે કે આપણી સરકારી શાળાઓ અને કોલેજોમાં પણ સારા શિક્ષકો છે, જો કોઈ કમી છે તો એ ફક્ત પાયાની સુવિધાઓમાં.’ પછી જવાબદારીઓ વિશે વાત કરતા તેમને જણાવ્યું, ‘જિલ્લાની પહેલી મહિલા કલેકટર હોવાની સાથે સાથે ઘણી જવાબદારીઓ પણ આવે છે. હું પોતાની જવાબદારીઓને મહિલા સશક્તિકરણના સંકેતના રૂપમાં જોઉં છું.’
પિતાની દરેક વાતનું પાલન કરે છે રોહિણી:
કલેકટર રોહિનીની સામૂહિક ક્ષમતાની આજે સમગ્ર રાજ્યમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આજે તેમની પાસે રાજ્ય સરકાર તરફથી આવશ્યક ટેકો છે. જીલ્લાની પ્રથમ મહિલા કલેકટર હોવા ઉપરાંત, ઘણી જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે. રોહિની કહે છે કે તેના પિતા 65 વર્ષથી સ્વયંસેવક છે.
જ્યારે મે તેમને જણાવ્યું હતું કે હું એક કલેક્ટર બનવા માંગુ છુ. તો તેમણે જણાવ્યુ હતું કે જ્યારે તું કલેક્ટર બની જા ત્યારે લોકોને હંમેશા આગળ રાખજે.
આજે આરોગ્ય અને શિક્ષણ પર આપે છે તે સંપૂર્ણ ધ્યાન
રોહણી આજે સાલેમના લોકોને અને શાળામાં પણ ભાષણ આપે છે. સ્વચ્છતા અને આરોગ્ય એ બે એવા મુદ્દા છે જેનાથી તેઓ સૌ પ્રથમ કામ કરવા માંગે છે. તેમણે જમનાવ્યું કે ડેન્ગ્યુ ના કારણે એ સ્પષ્ટ છે કે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે. રોહિણી હવે એક સારી આઇપીએસ અધિકારીના રૂપમાં નીખારીને સામે આવી છે અને તેઓ બધાની જ વાત સાંભળે છે અને બધાની જ મદદ માટે હંમેશા આગળ રહે છે.