અમિત શાહ 18 એપ્રિલે આવશે ગુજરાત, મનપા-ગુડાના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ-કરશે

Spread the love

 

ગાંધીનગર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 એપ્રિલે ગુજરાત આવશે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં હાજરી આપશે સાથે સાથે તેઓ મનપા-ગુડાના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે, અમિત શાહે થોડા દિવસ પહેલા ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું કર્યું હતુ લોકાર્પણ ત્યારે ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે.
ભાજપ સંગઠનમાં ફેરફારની વચ્ચે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે આગામી ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે અને ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા ના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તો થોડા સમય પહેલા પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં આપી હતી હાજરી તો આ બધાની વચ્ચે પ્રદેશ ભાજપ સંગઠનની સંરચનામાં લાંબા સમયથી જે પ્રક્રિયા ચાલી રહી છે તેની પર પણ પૂર્ણ વિરામ મૂકાઈ શકે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(જીસીસીઆઈ)ના વાર્ષિક ટ્રેડ એકસ્પો ‘GATE 2025’નો શુભારંભ કરાવ્યો હતો. ‘GATE 2025’ના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એકસ્પોની મુલાકાત લઈને ટ્રેડ એકિઝબિશન નિહાળ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે કલોલમાં ઈફકોના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કલોલના ઈફકો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ અતિથી તરીકે હાજર રહ્યા હતા. સાથે જ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *