
બિહારમાં બળજબરીથી પકડીને લગ્ન કરી નાખવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બિહારમાં છેલ્લા બે દાયકાથી આ પ્રકારના લગ્ન ખૂબ જ વધી રહ્યા છે. તો વળી હવે દરભંગા જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, દરભંગામાં એક સરકારી શિક્ષકનું અપહરણ કરી તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. જોકે આ અગાઉ આ શિક્ષકનું પહેલા તો અપહરણ કર્યું હતું બાદમાં તેના લગ્ન કરતા ભારે હોબાળો મચી ગયો છે. હકીકતમાં જોઈએ તો, આ આખો કિસ્સો શિક્ષકના અપહરણને લઈને ફરિયાદ નોંધાયા બાદ સામે આવ્યો હતો. આ મામલામાં કહેવાય છે કે, શિક્ષક રાકેશ કુમાર જમાલપુર વિસ્તારના ઢંગા મધ્ય વિદ્યાલયમાં તૈનાત હતા. જ્યાં સ્કૂલે ન પહોંચતા અન્ય શિક્ષકોને ચિંતા થઈ.
ત્યારબાદ શાળાના શિક્ષકોએ રાજેશ કુમારના ઘરે ફોન કર્યો, જે બાદ જાણવા મળ્યું કે તેઓ તો ગાયબ છે. પરિવારે પોતાના સ્તર પર ઘણી શોધખોળ કરી. પણ તેઓ મળ્યા નહી. કહેવાય છે કે, શિક્ષક કુશેશ્વરસ્થાન વિસ્તારના ચતરા ગામના રહેવાસી હતા. જ્યારે શિક્ષક વિશે કંઈ ભાળ મળી નહીં તો પરિવારે પોલીસને ફરિયાદ કરી ફરિયાદમાં બળજબરીથી લગ્ન કરાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે એફઆઈઆર નોંધી શોધખોળ શરૂ કરી. એટલી વારમાં તો શિક્ષકના બળજબરી લગ્ન કરાવ્યા હોવાની તસવીર વાયરલ થવા લાગી. કહેવાય છે કે સમસ્તીપુર જિલ્લાના બિથાના વિસ્તારના ખુટૌના ગામમાં ગણેશ યાદવે પોતાની દીકરીના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. તો વળી આ મામલાને લઈને આ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વાતો થવા લાગી છે.