મહિલાએ અગાસીમાંથી તેમની દીકરીના એક વર્ષના પુત્ર સાથે અગાસી પરથી લગાવી મોતની છલાંગ

Spread the love

 

રાયગડ જિલ્લાના રોહામાં બાવન વર્ષની ઊર્મિલા સિદ્ધરામ કોરે નામની મહિલાએ ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે તેમની દીકરીના એક વર્ષના પુત્ર ઓમકાર બોગડને ઘરની અગાસી પર લઈ ગયા બાદ પડતું મૂક્યું હોવાની ચોકાવનારી ઘટના બની હતી. ઊર્મિલા કોરેનું ઘટનાસ્થળે તો ઓમકારનું સારવાર દરમ્યાન મળત્યુ થયું હતું. જમાઈ પુત્રને લેવા માટે આવ્યા હતા અને તેઓ સૂતા હતા ત્યારે ઊર્મિલા કોરે દીકરીના પુત્રને લઈને અગાસી પર ગયાં હતાં. રોહા પોલીસના જણાવ્યા મુજબ રોહા-કોલાડ રોડ પર આવેલા ઓમ ચેમ્બર્સમાં ઊર્મિલા કોરે પતિ સાથે રહેતાં હતાં. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે દીકરીના પુત્ર ઓમકાર બોગડને ટયુમર થયું હતું એટલે તેની સારવાર ચાલતી હતી. ગઈ કાલે જમાઈ પુત્રને મુંબઈ લઈ જવા માટે રોહા આવ્યો હતો. સવારે નાસ્તો-પાણી કરીને જમાઈ ઓમકાર સાથે મુંબઈ જવા નીકળવાના હતા એ પહેલાં સાડાછ વાગ્યે ઊર્મિલા કોરે ઓમકારને લઈને બિલ્ડિંગની અગાસી પર ગયાં હતાં અને ઉપરથી કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બન્નેનાં મળત્યુ થયાં છે. ઊર્મિલા કોરે માનસિક બીમારીથી પરેશાન હતાં અને ઓમકારને પણ ટયુમર હતું એટલે હતાશામાં આવી જઈને તેમણે આ પગલું ભર્યું હોવાની શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *