રાજ ઠાકરે એ IBAને પત્ર લખ્યો

Spread the love

 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MINS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA)ને ધમકીભર્યા સ્વરમાં પત્ર લખીને કહ્યું છે કે તેઓ બેંકોને RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)ના ધારા ધોરણ મુજબ ફરજિયાત પણે તેમની સેવાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાનો આદેશ જારી કરે અન્યથા મનસેને આંદોલન તીવ્ર બનાવવું પડશે, એવી ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મનસેની માન્યતા રદ કરવાની દાદ માગી છે જેને લઈ મનસે ફરી વીફરી છે. મનસેના નેતાઓ દ્વારા ઇન્ડિયન બેંક્સ એસોસિયેશનને સુપરત કરાયેલા પત્રમાં રાજ ઠાકરેએ ઉલ્લેખ કર્યો છે કે જો બેંકો તેમની સેવાઓમાં ત્રણ ભાષાના સૂત્ર- અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષા (મરાઠી)નું પાલન નહીં કરે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માટે જવાબદાર રહેશે. બેંકોને તેમની સેવામાં મરાઠીનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ આપો નહીંતર મનસે આંદોલનને તીવ્ર બનાવશે, એવું ઠાકરેએ આઇ.બી.એને લખેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

આર.બી.આઇએ જાહેર ક્ષેત્ર અને ખાનગી બેંકોમાં પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ અંગે એક પરિપત્રક જારી કર્યો છે. બેંકોના બોર્ડ ત્રણ ભાષામાં હોવા જોઇએ હિન્દી, અંગ્રેજી અને રાજ્યની પ્રાદેશિક ભાષા અને સેવાઓ પત્ર ભાષામાં હોવી જોઇએ એમ પત્રમાં ફોડ પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના પક્ષના કાર્યકરોને બેંકો અને અન્ય સંસ્થાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા માટે છેડેલા આંદોલનને હાલ પૂરતું મોકૂફ રાખવા આવે એવું કહેવામાં આવ્યું હતું. કારણ કે આ આંદોલન થકી પૂરતી મરાઠી ભાષા વિશે જાગળતિ ફેલાવી છે. મનસેના આંદોલનના લીધે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે મહારાષ્ટ્રના સી.એમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું હતું કે મનસેના કાર્યકરો બેંકની શાખાઓમાં આવીને સ્ટાફને ધમકાવી રહ્યા છે. હકીકતમાં 30 માર્ચના રોજ ગુડી પડવાની રેલીમાં રાજ ઠાકરેએ સત્તાવાર હેતુઓ માટે મરાઠી ભાષાને ફરજિયાત બનાવવા તેમના પક્ષના વલણનો પુનરોચ્ચાર કરીને તેમણે ચેતવણી આપી હતી કે જે લોકો જાણી જોઇને મરાઠી ભાષા બોલતા નથી એવાને થપ્પડ મારવામાં આવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *