ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, અવારનવાર નકલી ડૉકટરો, નકલી હૉસ્પિટલો અનેક નકલી વસ્તુઓ ઝડપાતી રહી છે, પરંતુ હવે અમદાવાદ જેવા મેગા સિટીમાં નકલી પોલીસ પણ ફરતી થઇ ગઇ છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી એક-બે નહીં ત્રણ-ત્રણ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે. ખરેખરમાં આ ત્રણેય નકલી પોલીસ રસ્તાં પર પોલીસ હોવાનો ડોળ કરીને ચેકિંગ કરી લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા.
એક શખ્સ પાસેથી 28 હજારથી વધુની રકમ પડાવ લેતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. હાલમાં ઇસનપુર પોલીસે આ ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ પૂછપરછ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં વધુ એકવાર નકલી પોલીસે કહેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. શહેરના ઇસનપુરમાંથી નકલી પોલીસ ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનથી ગોવિંદવાડી વિસ્તાર સુધી ત્રણ નકલી પોલીસકર્મીઓ લોકોને હેરાન કરી રહ્યાં હતા. એક શખ્સ પાસેથી આ પાસેથી જ્યારે આ ત્રણ પોલીસકર્મીઓએ 28100 રૂપિયા ચેકિંગના બહાને પડાવી હતા જે પછી આ શખ્સો ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આ નકલી પોલીસનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા ત્રણેય શખ્સો યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, મોહસીન ઉર્ફે બીડુ શેખ, મુન્ના પઠાણની ધરપકડ કરવામાં આવી છે, આ ત્રણેય આરોપીઓ ઇનસપુર રસ્તાં પર વાહન ચેકિંગના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. હાલમાં ઇસનપુર પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગ ઝરતી ગરમીમાં કંડલા શેકાયું, તાપમાનનો પારો 46 ડિગ્રી
આગ ઝરતી ગરમીમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, આજથી ગરમીમાં આંશિક ઘટાડાની આગાહી સેવાઇ છે. ગઇકાલે ગુરુવારે કંડલા એયરપોર્ટ સૌથી વધુ ગરમ રહ્યું હતુ, અહીંનું તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચ્યુ હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. હજુ પણ આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધીને 28 ડિગ્રી થતા રાત્રે પણ શહેરમાં ગરમી યથાવત રહે છે. બે દિવસ રાહત બાદ સોમવારથી ફરી ગરમીનું જોર વધશે.