ખીલાન પટેલે 85 બોલમાં 75 રન બનાવ્યા હતા જ્યારે આર્ય એ 67 બોલમાં 50 રન બનાવ્યા
અમદાવાદ
અમદાવાદ ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ એ ખાતેરિલાયન્સ G-1 મેન્સ અંડર 19 વનડે ટુર્નામેન્ટમાં ગુજરાત અને બરોડા અને સૌરાષ્ટ્ર અને મુંબઈની ટીમો વચ્ચે 50 ઓવરની મેચ રમાઈ હતી,જેમાં ગુજરાતની ટીમને બરોડા સામે હાર નો સામનો કરવો પડ્યો હતો. બરોડા પાંચ વિકેટથી જીત્યું હતું જ્યારે સૌરાષ્ટ્ર સામે મુંબઈ છ વિકેટથી જીત્યું હતું.
ગુજરાતની ટીમમાંથી ખીલાન પટેલે 85 બોલમાં 75 રન બનાવ્યા હતા જ્યારે આર્ય એ 67 બોલમાં 50 રન બનાવ્યા હતા.રુદ્ર નીતિન પટેલે 68 બોલમાં 44 રન બનાવ્યા હતા. બરોડાની ટીમમાંથી અભિષેકે આઠ ઓવરમાં 21 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેની પટેલ અને હેત પટેલે બે બે વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમે 45.1 ઓવરમાં 199 રન બનાવી 10 વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં બરોડા એ 48.1 ઓવરમાં 200 રન બનાવી પાંચ વિકેટથી જીત મેળવી હતી. સૌરાષ્ટ્ર 41.1 ઓવરમાં 134 રન બનાવી 10 વિકેટ ગુમાવી હતી જેના જવાબમાં મુંબઈએ 38 ઓવરમાં 135 રન બનાવી ચાર વિકેટ ગુમાવી 6 વિકેટથી જીત મેળવી હતી. નમન જાવરે 90 બોલમાં 52 રન બનાવ્યા હતા. પાર્થે 8.1 ઓવરમાં નવ રન આપી ચાર વિકેટ મેળવી હતી જેમાં ત્રણ ઓવર મેડન હતી. આમ મુંબઈનો છ વિકેટ એ વિજય થયો હતો.