સુરતમાં ડીંડોલી પોલીસ મથકના સેકન્ડ PIને ગુજરાત હાઈકોર્ટે રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડીંડોલીમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઈન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઊતરીને કારના દરવાજા પાસે ઊભેલા વકીલને જોરદાર લાત મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ બાબતે વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેના કારણે સુરતના વકીલોમાં રોષની લાગણી જોવા મળી હતી.
સુરતના ડીંડોલી પોલીસ મથકના PI આઈ.એચ.સોલંકીને ગુજરાત હાઈકોર્ટે રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે.પીઆઈ રાત્રીના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન રસ્તા પર લોકો ઉભા હતા અને તેમણે ગાડીનો દરવાજો ખોલીને ત્યાં ઉભા રહેલા વકીલને પગના ભાગે લાત મારતા વકીલ ઈજાગ્રસ્ત થયા હતા,આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં કોર્ટે કહ્યું કે,એક પીઆઈને માફ કરીશું તો અન્ય પીઆઈ પણ આવું કરશે જેને લઈ કોર્ટે દાખલો બેસે તેને લઈ દંડ ફટકાર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે કે,એક પીઆઈને માફ કરીશું તો અન્ય પીઆઈ પણ આવુ કરી શકે છે,અને એક ઓફીસર તરીકે આવું વર્તન ચલાવી લેવામાં નહી આવે તેને લઈ કોર્ટે દંડ ફટકાર્યો છે,હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈને 3 લાખનો દંડ કર્યો છે.પીઆઇ દ્વારા વકીલને લાત મારતા સીસીટીવીમાં કેદ થઈ હતી અને પુરાવા સાથે વકીલે કોર્ટનો સહારો લીધો હતો.ડીંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકીની દાદાગીરીથી વિસ્તારમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો.
18 ઓગસ્ટના રોજ વકીલ રાત્રીના સમયે ડીંડોલી પાસે આવેલા મધુરમ સર્કલ પાસે તેમની ઓફીસથી કામ પતાવીને નિકળી રહ્યાં હતા તે દરમિયાન પીઆઈ પેટ્રોલિંગમાં નિકળ્યા હતા.અને વકીલ રજનીકાંત નાઈને તેમની સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ પીઆઈનો પારો સાતમાં આસમાને જતા તેમણે ઉભા રહેલા વકીલને લાત મારી હતી,આ સમગ્ર ઘટનાને લઈ વકીલ એસોસિએશન દ્રારા કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ.આ સમગ્ર ઘટનાને વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,બિન જરૂરી રીતે લાત મારતા પોલીસકર્મી અને પીઆઈ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.