ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની જવાબદારી સોંપવામાં આવી તેજ નરાધમ નીકળ્યો. રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થિઓની બોપલ રેલવે ગરનાળા પાસે નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યાં રહેતા ઇન્ટનરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બરના રોજ હોસ્ટેલ નીચે જમવાનું લેવા આવી તે સમયે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ તેનો હાથ પકડી અડપલાં કર્યા હતા. યુવતી ગભરાઈ જતા તે તેના રૂમ માં દોડી ગઈ હતી. બીજા દિવસે સવારે યુવતી ને મૃદંગ દવે દ્વારા ઘટના ની કામ કોઈને કરશે તો મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. આખરે યુવતી કંટાળી બોપલ પોલીસ માં ફરિયાદ કરી હતી.
મૃદંગ દવે છેલ્લા ઘણા સમય થી ઈન્ડસ યુનિવ્સિટીમાં છેલ્લા ઘણા સમય થી કોર્ડીનેટર તરીકે કામ કરતો હતો. વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભાષાકીય સંકલન કરી તેમની તમામ વ્યવસ્થા માટે તેને નીમવામાં આવ્યો હતો. યુવતીની છેડતીની ફરિયાદ પહેલા તે યુનિવર્સિટીમાં કામ કરતો હતો. જે મામલે યુનિવર્સિટી દ્વારા તેને 14 સપ્ટેમ્બરના રોજ સસ્પેન્ડ કરી નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈ વિદ્યાર્થીનીઓ માં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે મૃદંગ દવેને લઈ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.