ચીનમાં લગ્ન ન કરવાનુ પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયુ છે. એવી જ ચિંતા અન્ય દેશોમાં પણ થવા માંડી છે, સામાજિક અને આર્થિક કારણોથી યુવાનોમાં લગ્ન ન કરવાનુ ચલણ વધ્યુ છે, એમા પણ મહિલાઓની સ્થિતિ વધુ ચિંતા કરાવે એવી છે. કારણ કે મહિલાઓમાં એકલી રહેવાનુ પ્રમાણ વધુ છે.એક સર્વે પ્રમાણે 2030ના વર્ષ સુધી પચીસથી 44 વર્ષના વયજૂથની 45 ટકા મહિલાઓ સિંગલ હશે એટલે કે લગ્ન નહીં કરે.
એટલુ જ નહીં, આ મહિલાઓ સંતાનો પણ નહીં લાવે. અત્યારની મહિલાઓ લગ્નને બદલે પર્સનલ ગ્રોથ અને કારકીર્દીને વધુ પ્રાધાન્ય આપે છે.
સર્વેમાં એવુ પણ બહાર આવ્યુ છે કે યુવાન વયે લગ્ન કરીને પછી 30-40 વર્ષની વયે મહિલાઓમાં છૂટાછેડા લેવાની અને બીજીવાર લગ્ન ન કરવાની શકયતા વધારે હોય છે.
આમાં પણ આર્થિક સ્વતંત્રતા અને વ્યકિતગત પ્રાથમિકતા ન જવાબદાર છે. આવનારા સમયમાં મહિલાઓ વધુ સ્વતંત્ર અને સ્વનિર્ભર બનશે અને સમાજ તથા અર્થવ્યવસ્થા પર એની સીધી અસર જોવા મળશે.