ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેમાં લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ 15 સપ્ટેમ્બરના રોજ મહિલા સુરતથી લાઠી તેની બહેનના ઘરે જવા નીકળી હતી. મહિલા મારુતિ નંદન બસના સ્લીપર કોચમાં મુસાફરી કરીને લાઠી ગઇ હતી.
ત્યારે લાઠી થી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત બસ ડ્રાઇવરે વારંવાર ફોન કરી ફ્રેન્ડશીપ કરવાની પણ માગણી કરી હતી.
ડ્રાઇવરે 16 મીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની વાત સુરત પહોંચી પરણીતાએ તેમના પતિને જણાવી હતી. જેમાં પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે જે નંબરથી ફ્રેન્ડશિપ માટે ફોન આવતો હતો તે નંબરની શોધ શરૂ કરી છે.