લિપસ્ટિક હોઠને સુંદર બનાવે અને સ્ત્રીની સુંદરતામાં વધારો કરે એવું જ નથી હોતું, લિપસ્ટિક નોકરીમાં બદલી પણ કરાવી શકે છે. ચેન્નઈ મહાનગરપાલિકાની મહિલા માર્શલની ટ્રાન્સફર લિપસ્ટિકને કારણે જ થઈ છે. ચેન્નઈમાં ગયા મહિને એક કાર્યક્રમ હતો એટલે મેયર પ્રિયાએ મહિલા કર્મચારીઓને લિપસ્ટિક ન કરવાનો આદેશ કર્યો હતો, પણ માર્શલ માધવી લિપસ્ટિક કરીને કાર્યક્રમમાં ફરજ બજાવવા પહોંચી ગયાં હતાં.
હવે મહિના પછી માધવીને ટ્રાન્સફર-લેટર મળ્યો છે. તેમણે હવે મેયર ઑફિસને બદલે મનાલીની ઑફિસમાં ફરજ બજાવવાની છે. માધવીએ ‘લિપસ્ટિક કરી હોવાથી મારી ટ્રાન્સફર કરવામાં આવી’ હોવાનો આક્ષેપ કર્યો છે તો સામે મેયરે પણ કહ્યું છે કે ના, એવું નથી.