અમદાવાદ
વકફ સંશોધન બિલ માટે રચાયેલ JPC આજે ગુજરાત એટલે કે અમદાવાદની તાજ હોટલમાં આ મિટિંગ રાખવામાં આવી હતી.વફક સંશોધન બિલ ની અનિવાર્યતા અંગે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકાર કરશે JPC સમક્ષ પ્રેઝન્ટેશન, વકફ સંશોધન બિલ માટે કુલ 31 સાંસદોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. JPC 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થયો છે.અમદાવાદની બેઠકમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું. JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદમાં JPCની બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે,મેં JPC કમિટી સામે સૂચનો મૂક્યા છે. રાજ્યના નાગરિકો અને સરકારના સૂચનો મૂક્યા છે. મેં તમામ મુદ્દા રાજ્ય સરકાર તરફથી મૂક્યા છે. ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયું એ જાહેરમાં કહી ન શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય, કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપ્યું હતું.બાર કાઉન્સિલ, વકીલ અસોસિયેશન અને મુતાવલી અસોસિયેશન પોતાનો પક્ષ રાખ્યો હતો.વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદન આપશે. JPC આગામી દિવસોમાં હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. જેપીસી, 26મીએ મહારાષ્ટ્ર,27મીએ ગુજરાત, 28મીએ હૈદ્રાબાદ, 30મીએ ચેન્નાઇ તમિલનાડુ અને 1લીએ બેંગલોર કર્ણાટક ખાતે બેઠક યોજાવાની છે.