નકલી અઘિકારીઓ આપી રહ્યાં હતાં અસલી નોકરી ,ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

Spread the love

GPSCની ક્લાસ વન અધિકારીની સરકારી નોકરીની લાલચ આપીને કેટલાય લોકો સાથે રૂ.3,44,99,000 ની છેતરપિંડી કરનારા ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓએ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ની નોકરીના બનાવટી નિમણૂક પત્રો આપીને તથા સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઈસનપુરના જલદીપ બી. ટેલર, નવા વાડજના જીતેન્દ્રકુમાર જી.પ્રજાપતિ, નરોડાના અંકિત ટી.પંડ્યા અને બાપુનગરના હિતેશ એમ.સેનનો સમાવેશ થાય છે.

આરોપીઓએ GPSC ના ડેપ્યુટી કલેક્ટરની વિગતવાર નિમણૂકનો ફાળવણીનો પત્ર બનાવ્યો હતો. તે સિવાય GPSCનો નિયામક (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ વર્ગ-1 નો પસંદગી વલાયક ઉમેદવારોની વિગતવાર નિમણૂક માટે ફાળવણીનો પત્ર, અમદાવાદ કલેક્ટરના લેટરહેડ પર ફરિયાદીને ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ-1(દસક્રોઈ)નો ઈન્ડીપેન્ડ્ન્ટ ચાર્જ લેવા બાબતનો પત્ર, ફરજ પર હાજર થવા હુકમ કરેલો પત્ર અને GPSC દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ખાતે ફરિયાદીને ફરજ સ્થલ પર હાજર પત્રકમાં સમાવી લેવા બાબતનો પત્ર, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ નો ફરિયાદીને 31.12,2024 સુધીનીનવેલીડીટી ધરાવતો ફોટા અને સિક્કા સાથેનું આઈ કાર્ડ, વગેરે બનાવ્યા હતા.

આરોપીઓપાસેથી પોલીસે જીપીએસસી લખાણનો સ્ટેમ્પ, . આવક-જાવક નંબર, તારીખ સાથેના 2 સ્ટેમ્પ, ઓકે ના લખાણના સ્ટેમ્પ, અમદાવાદ-1, અમદાવાદ-2 , ગાંધીનગર વડોદરા લખેલા સ્ટેમ્પ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઈન્ટમેન્ટ કમિટી લખાણ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેમ્પ વાળા સ્પીડ પોસ્ટના 13 નંગ કવર તથા અન્ય 13 કવર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નું પેપર પ્રિન્ટ કાઢેલ કલર કોપી વાળુ આઈ કાર્ડ, નાયબ કલેક્ટરની કટેરી, આરટીઓ કચેરી પાછળ, જુના વાડજ(નાયબ કલેક્ટર વર્ગ-1)ને ફરજ સ્થલ પર હાજર કરી હાજર પત્રકમાં સમાવી લેવા બાબત, જીપીએસસીનું મિસ્ટર વીજય.કે.ઠક્કરનું ફોટા સિક્કા સાથેનું ડેપ્યુટી ડાયરેક્ટર યુડીયુએચનું આઈકાર્ડ, સાત મોબાઈલ, બે કાર અને વગેરે કબજે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com