અમેરિકાને સપનાનો દેશ કહેવામાં આવે છે, જ્યાં તેની જીવનશૈલી, નોકરીઓ અને ગ્લેમર દુનિયાભરના લોકોને આકર્ષે છે. પરંતુ આ ગ્લેમર પાછળનું સત્ય ઘણીવાર દુનિયાની નજરથી દૂર રહે છે. આવી જ કહાની સિએટલ શહેરની એક કુખ્યાત ગલીની છે, જે દેહવ્યાપારનું કેન્દ્ર બની ગઈ છે.
અહેવાલ અનુસાર, સિએટલની આ ગલી ‘ધ બ્લેડ’ તરીકે ઓળખાય છે, જ્યાં દરરોજ રાત્રે મહિલાઓ ગ્રાહકોને આકર્ષવા માટે ટૂંકા કપડામાં રસ્તા પર ઉભી જોવા મળે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ શેરીની નજીક દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ જેવી કે, Amazon અને Appleની ઓફિસો પણ આવેલી છે. પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં વેશ્યાવૃત્તિનો ધંધો ઝડપથી ફેલાઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, દરરોજ લગભગ 300 લોકો આ શેરીમાં આવે છે અને લગભગ 60 મહિલાઓ આ વેપાર સાથે સંકળાયેલી છે. કોવિડ -19 રોગચાળા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી હતી, જ્યારે ક્લબ અને બાર બંધ કરવામાં આવ્યા હતા અને મહિલાઓને શેરીઓમાં આવવાની ફરજ પડી હતી.
સ્થાનિક દુકાનદાર ડટન ક્લાર્કના જણાવ્યા અનુસાર, કોવિડ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગત વર્ષે આ શેરીમાં 50-60 મહિલાઓ આખો સમય ઉભી રહીને ગ્રાહકોને શોધતી હતી.
સૌથી પીડાદાયક બાબત એ છે કે, આમાંની મહિલાઓમાંથી કેટલીક સ્ત્રીઓની ઉંમર ઘણી નાની છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અહીં આવનારા એક તૃતીયાંશ ગ્રાહકો નજીકની મોટી ટેક કંપનીઓમાં કામ કરતા પ્રોફેશનલ્સ છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ગલીમાં દેહવ્યાપારની સાથે સાથે ગુનાખોરી પણ વધી છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. અહીંની ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને સામાજિક માળખા પર ઘેરા સવાલો ઉભા કર્યા છે. જેના કારણે સ્થાનિક રહીશોનું જીવન મુશ્કેલ બની ગયું છે.