હેનીલ પટેલ ગુજરાત અંડર 19 ટીમ ખેલાડી
અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સચિવ અનિલ પટેલે જણાવ્યું હતું કે BCCIની ગુજરાત અને બિહાર વચ્ચે ટી.આઈ. મુરુગપ્પા ગ્રાઉન્ડ, ચેન્નાઈ ખાતે રમાયેલી BCCIની મહિલા અન્ડર-19 T20 ટ્રોફી મેચમાં બિહાર સામે ગુજરાત 10 વિકેટથી જીત્યું અને તમામ 5 લીગ મેચો જીતીને નોક-આઉટ ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો અને વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19માં CAP ગ્રાઉન્ડ 3, પુડુચેરીમાં હરિયાણા સામે ગુજરાત 63 રનથી જીત્યુ હતું.
ગુજરાત અને બિહારની મેચમાં ગુજરાત ટૉસ જીતીને મેદાનમાં ઉતાર્યું.બિહારે પ્રથમ બેટિંગમાં 19.5 ઓવરમાં 55 ઓલઆઉટ થયું હતું.અક્ષરા ગુપ્તાએ 57 બોલમાં 02 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. ગુજરાતે બોલિંગમાં પુષ્ટિ નાડકર્ણીએ 4 ઓવરમાં 10 રન આપીને 3 વિકેટ લીધી હતી.નિધિબેન દેસાઈએ 4 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. દિયા વરદાનીએ 1.5 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ લીધી હતી.ગુજરાતે બેટિંગમાં 6.4 ઓવરમાં વિના વિકેટે 56 રન ચાર્લી સોલંકીએ 18 બોલમાં 15 (n.o.) રન બનાવ્યા હતા.શ્રેયા ખલાસીએ 22 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 37 (એનઓ) રન બનાવ્યા હતા.
જ્યારે બીજી મેચ ગુજરાત અને હરિયાણામાં ગુજરાતે બેટિંગ કરવા માટે ટોસ જીત્યો અને બેટિંગમાં 49 ઓવરમાં 220 રન ઓલઆઉટ થઈ હતી. મૌલ્યરાજસિંહે 48 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા.લવ પઢિયારે 100 બોલમાં 6 ફોરની મદદથી 68 રન બનાવ્યા હતા.ખિલન પટેલે 67 બોલમાં 6 ફોર, 2 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા. જવાબમાં હરિયાણાએ બેટિંગમાં- 49.1 ઓવરમાં 157 ઓલઆઉટ થઈ હતી.યશ અધનાએ 67 બોલમાં 3 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.કનિષ્ક ચૌહાણે 43 બોલમાં 4 ફોરની મદદથી 26 રન બનાવ્યા હતા.અલી મલિકે 50 બોલમાં 1 ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા.ગુજરાતે બોલિંગમાં હેનીલ પટેલે ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ખીલન પટેલે 10 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી .