40 વર્ષથી સંઘ અને હિંદુ સંગઠનો સાથે જાહેર જીવનમાં રહેલા ડો. પ્રવિણ તોગડિયા સાથે સંબંધ વિકસાવવા માટે અનેક લોકો તેમને મળી રહ્યા છે. જે રીતે રાષ્ટ્રીય રાજકારણ કરવટ બદલી રહ્યું છે તે હિસાબે હવે સંઘ નારાજ છે, જે સંઘની વિચારધારામાં માને છે અને કેન્દ્ર સરકારની નીતિથી નારાજ છે, તે ડો.તોગડિયાને મળી રહ્યા છે. તેઓ 6 વર્ષમાં જ મોદીને માટે મોટો પડકાર બનીને તેની છાતી સામે ઉભા છે. હવે સંઘ પણ Pravin Togadia ની મદદ લઈને મોદીને પરાસ્ત કરી શકે છે.
તેઓ હંમેશ દેશમાં તમામ રાજ્યોમાં પ્રવાસ કરતાં રહ્યાં છે. ત્યારે દેશના અનેક સ્થળો પર તેમને મળનારાઓ વધી રહ્યાં છે. 6 વર્ષ અગલ સંગઠન બનાવ્યું છે. પણ એક વર્ષથી તેમની ભાજપના કેટલાંક નેતાઓ અને સંગઠનો આવકારી રહ્યાં છે. ખાનગી બેઠક પણ કરી રહ્યાં છે.
જ્યાં ગયા ત્યાં મોટા પ્રમાણમાં સંઘ અને વીએચપી અને ભાજપના લોકો મળવા આવે અને સ્વાગત કરે
નિતીન ગડકરી જેવા ભાજપના અનેક નેતાઓ સાથે સંપર્ક છે.
જેમાં હમણાં સૌરાષ્ટ્રમાં 44 સ્થળોએ મુલાકાત કરી હતી. જેમાં ઘણા સ્થાને ભાજપના નેતાઓ જાહેરમાં અને ખાનગીમાં મળવા આવ્યા હતા. મહુવા, સાવરકુંડલા, વિસાવદર અને કચ્છમાં તેમને ભાજપના ઘણાં નેતાઓ મળવા આવ્યા હતા. ઉપરાંત દેશમાં પણ ઘણા લોકો મળવા આવે છે જેમાં, પીલખુઆના સંઘ ચાલક, દહેરાદૂન – ઉત્તરાખંડના સંઘ ચાલક મળવા આવ્યા હતા.
બધાને સાથે લઈને ચાલતા હોવાથી એક વર્ષથી અમદાવાદ સહિત અનેક સ્થાનોએ રાજકીય ગતિ વધી છે સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપના નેતાઓ કંઈક પરિવર્તન કરવાના મૂડમાં આવી રહ્યા હોય એવું અંદરનું વાતાવરણ છે.
આ અંગે ડો. પ્રવિણ તોગડિયાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, સંગઠન સાથે સ્નેહ સંપર્ક કરવાનું કામ કરતો હતો. આર્ય સમાજ, હિંદુ મહાસભા સંગઠનો સાથે સંગઠન અંગે કામ કર્યું છે. એ રીતે સંઘ સાથે પણ સંપર્ક કરી શકે છે. ભલે પછી તે મોહન ભાગવત પણ હોઈ શકે છે. તેઓ ચર્ચા કરવા માંગતા હશે તો ચર્ચા પણ કરીશું. 5 વર્ષથી ભાજપના નેતાઓ દૂર હતા હવે એક વર્ષથી તેઓ નજીક આવી રહ્યાં છે.
ભાજપ કે સંગઠનમાં વિરોધ નહીં કરાતો હોવા છતાં ભાજપના ઉપરના લોકોનો કોઈ ડર ન હોય એવું ભારત ભરમાં વાતાવરણ ઉભું થયું છે તેમાં સૌથી વધારે ફાયદો સંઘ અને ડો. પ્રવિણ તોગડિયાને થઈ રહ્યો છે. તેથી આર એસ એસ પણ ડો. તોગડિયાને સાથે લેવાનું વિચારી શકે છે.
24 જુન 2018માં વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવિણ તોગડિયાએ પોતાના નવા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી. તેના પહેલાં 5 વર્ષમાં ભાજપ, સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સંઘની સંસ્થાઓ દૂર રહેતા હતા. છેલ્લા 1 વર્ષથી આ એ જ સંસ્થાઓ ફરીથી ડો. તોગડિયાની નજીક આવવા સતત પ્રયાસો કરી રહી છે. તેઓ તોગડિયાને મળે છે અને પોતાની આપવીતી કહે છે.
પ્રવીણ તોગડિયાનો જન્મ 12 ડિસેમ્બર 1956ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના સાજણ ટીંબા ગામમાં થયો હતો. કેન્સર સર્જન ડો. તોગડિયા ખેડૂતના પુત્ર છે. 14 વર્ષ પ્રેક્ટિસ કરી અને અમદાવાદમાં ધન્વન્તરી હોસ્પિટલ નામની હોસ્પિટલ શરૂ કરી.
તોગડિયા 10 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને માત્ર 22 વર્ષની ઉંમરે 1979માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય માર્ગદર્શક તરીકે હતા. તેઓ ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનો માટે જાણીતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નરેન્દ્ર મોદીના સહયોગી પણ હતા.
નરેન્દ્ર મોદી અને તોગડીયા ગાઢ મિત્રો હતા. બંને એક જ સ્કૂટર પર આરએસએસના કાર્યકરોને મળવા જતા હતા. 2002માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા કે તરત જ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કામ કર્યું હતું. રાજકીય દુશ્મનાવટ એ મોદી અને તોગડિયા વચ્ચેના અણબનાવને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પછી મોદીએ પોતાના સાથીદારને વિશ્વ હિંદુ પરિષદમાંથી દૂર કરવા પડદા પાછળ ભૂમિકા ભજવી હતી.
પછી તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી અને 6 વર્ષમાં તેઓ સફળ રહ્યાં છે. રાજકીય રીતે મોદીને પડકાર ફેંકી શકે એવી સ્થિતિમાં નથી.