દિલ્હીમાં સીએમ હાઉસને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આવાસને ખાલી કરવાને અને તેને હેન્ડ ઓવર કરવાને લઇને વિવાદ ઊભો થયો છે. પીડબલ્યુડીએ એક્શન લેતાં દિલ્હીમાં મુખ્યમંત્રી હાઉસને સીલ કરી દીધું છે.
મુખ્યમંત્રી હાઉસને લઇને હવે સીએમઓ તરફથી નિવેદન સામે આવ્યું છે તેઓનો આરોપ છે કે દેશના ઈતિહાસમાં પહેલી વાર મુખ્યમંત્રી આવાસ ખાલી કરાવવામાં આવ્યું છે. સીએમઓ તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપના ઇશારે એલજીએ બળજબરીથી સીએમ આતિશીનો સામાન સીએમ હાઉસની બહાર કાઢી નાખ્યો છે અને આરોપ મુક્યો હતો કે એલજી તરફથી ભાજપના કોઇ મોટા નેતાને સીએમ હાઉસ ફાળવવાની તૈયારી ચાલી રહી છે. 27 વર્ષથી દિલ્હીમાં વનવાસ કાપી રહેલ ભાજપ હવે સીએમ હાઉસને કબજે કરવા માંગે છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સાત ઓક્ટોબરના રોજ સિવિલ લાઇન્સ સ્થિત આ બંગલામાં શિફ્ટ થઇ ગઇ હતી.