ટીમમાં શાનદાર પ્રદર્શનના કારણથી જ આ પદ આપવામાં આવ્યું,જો કે આ પદથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમશે
તેલંગાણા
ભારતીય ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શુક્રવારે તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નું પદ સંભાળી લીધું હતું. તેલંગાણા પોલીસે સિરાજને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ પછી તેને ડીલીટ પણ નાખી હતી. હોદ્દો સંભાળ્યા બાદ સિરાજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સિરાજે ઘણાં સમયે ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. આ કારણથી જ તેને આ પદ આપવામાં આવ્યું છે.સિરાજને નોકરી ઉપરાંત જમીન આપવાનું પણ વચન આપવામાં આપવામાં આવ્યું હતું. T20 વર્લ્ડકપમાં સિરાજ તેલંગાણાથી આવનારો એકમાત્ર ખેલાડી હતો. તે ભારતીય ટીમનો એક મહત્ત્વનો ખેલાડી છે.T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ બાદ જીત્યા બાદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને હવે સિરાજને તેલંગાણા પોલીસમાં ડીએસપીનું પદ સોંપવામાં આવ્યું છે. તેમણે આ પદની જવાબદારી પણ સંભાળી લીધી છે. જો કે, આનાથી તેની ક્રિકેટ કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. સિરાજ હજુ પણ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે.