વિકાસ સપ્તાહ – અમદાવાદ જિલ્લો : આઇકોનિક પ્લેસ : ટેક ઇનોવેશન્સને સફળતાના આકાશમાં ઊડવા પાંખો આપતી સંસ્થા – iCreate

Spread the love

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate એ દેશ અને વિશ્વમાં રાજ્યનું નામ રોશન કર્યું

ગ્રીન મોબિલિટી ક્ષેત્રે ‘માઈન્ડ ટુ માર્કેટ’ દ્વારા કમ્પ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીને ‘ગો ગ્રીન’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરતું iCreate EV સેન્ટર ઑફ એક્સેલન્સ

૮૧૫ જેટલાં સ્ટાર્ટ-અપ્સને સપોર્ટ, ૫૯ પેટન્ટ ફાઇલમાં સહાય સહિત EV ક્ષેત્રે ૫૦થી વધુ સ્ટાર્ટ-અપ્સને સક્રિય સહયોગ પૂરો પાડીને ગુજરાતના સ્ટાર્ટઅપ કલ્ચરને iCreateએ નવી દિશા આપી

ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સ માટે લોન્ચપેડ બનવા માટે iCreate તમામ રીતે સુસજ્જ : અવિનાશ પુનેકર, સીઇઓ(CEO),iCreat

અમદાવાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે સિમાચિહ્નરૂપ ઉપક્રમો દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો. આજે ઉદ્યોગસાહસિકતા અને વેપાર ધંધાના વિકાસની બાબતમાં ગુજરાત દેશમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ટેકનોલોજી અને ઉદ્યોગ- ધંધા ક્ષેત્રે નવીન આઇડિયા અને સ્ટાર્ટઅપને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ધ્યેયમંત્ર સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૧માં iCreateની સ્થાપના કરવામાં આવી હતી.

અમદાવાદના બાવળા તાલુકામાં દેવધોલેરા ખાતે આવેલ iCreate આજે રહેણાંક સુવિધાઓ, ઓફિસ સ્પેસ, રેપિડ પ્રોટોટાઇપિંગ લેબ્સ, તાલીમ અને સેમિનાર હોલ સાથે ૪૦ એકરના વિશાળ કેમ્પસમાં વિસ્તરેલી સંસ્થા બની છે, જે ડાયનામિક એપ્રોચ સાથે ઇનોવેશન અને કોલોબ્રેશનને પ્રોત્સાહન આપે છે.ટેક ઇનોવેશન પર આધારિત સ્ટાર્ટઅપ્સને જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીને સફળ વ્યવસાયોમાં પરિવર્તિત કરતી iCreate ભારતની સૌથી મોટી સંસ્થા છે. સ્ટાર્ટઅપ્સના વિચારબીજની યોગ્ય માવજત કરીને તેને માર્કેટ સુધી પહોંચાડવા માટે આ સંસ્થા સક્રિય કામગીરી કરે છે. સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને વેગ આપતી સંસ્થા તરીકે iCreate એ દેશમાં અને વૈશ્વિક સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે.આ સંસ્થા ગ્રીન મોબિલિટી ક્ષેત્રે સીમાચિહ્ન રૂપ કાર્ય કરી રહી છે. ઇલેક્ટ્રીક વ્હીકલ અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે ‘માઈન્ડ ટુ માર્કેટ’ ના કોન્સેપ્ટ દ્વારા આવનારા સમયની માંગ અનુસારના સંશોધનોને આ સંસ્થા પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપી રહી છે. iCreateનું EV સેન્ટર ઑફ એક્સેલન્સ EV ક્ષેત્રે કમ્પ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીને ‘ગો ગ્રીન’ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે.ભારતીય AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક સ્તરે વિકસાવવા માટે iCreate દ્વારા માઇક્રોસોફ્ટના સહયોગથી એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ શહેરો અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઇનોવેશન્સ દ્વારા જરૂરી ઉકેલો પ્રદાન કરવાનો છે.

રાજ્યમાં ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવામાં iCreateનું યોગદાન

– આંત્રપ્રેન્યોર-ફર્સ્ટ મોડેલનો ઉપયોગ કરીને સ્ટાર્ટઅપ્સને મેન્ટર્સ, માર્કેટ અને ફંડિંગ પૂરું પાડીને iCreate એ ૮૧૫થી વધુ ઈનોવેશન્સ અને ૫૯થી વધુ પેટન્ટમાં સહયોગ પૂરો પાડ્યો છે.

iCreate ના દરેક ₹1 કરોડના રોકાણથી સ્ટાર્ટઅપ્સને એક્સટર્નલ ફંડિંગમાં ₹૬૧૯ કરોડ એકત્ર કરવામાં મદદ મળી છે, જે iCreate-ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સમાં રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એકંદરે, iCreate-ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સે એક્સટર્નલ ફંડિંગમાં લગભગ ₹1789 કરોડ એકત્ર કર્યા છે.

iCreateના દરેક ₹૧ કરોડના રોકાણના સામે સ્ટાર્ટઅપની આવકમાં ૧૨.૫ ગણાનો નોંધપાત્ર વધારો થયો છે, તો આ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રત્યેક ₹૧ કરોડના રોકાણ સામે ₹૨૨.૮ કરોડનું ટર્નઓવર થયું છે.

– iCreateના સ્ટાર્ટ અપ્સના રોકાણ, ફન્ડિંગ અને આવકના આંકડા સંસ્થાના ઇન્ક્યુબેશન મોડેલની સચોટતા અને આઈક્રિએટ દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ્સની આર્થિક સફળતા ઉજાગર કરે છે. ભારતમાં યોજાયેલ જી20 સમિટ દરમિયાન સ્ટાર્ટઅપ20 એંગેજમેન્ટ ગ્રુપ માટે સેક્રેટરીએટ તરીકે iCreateની નિમણૂક કરવામાં આવી હતી. આ ભૂમિકામાં iCreate દ્વારા સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ અને સંકલન કરવામાં આવ્યું હતું અને સ્ટાર્ટઅપ20 એંગેજમેન્ટ ગ્રૂપના ઉદ્દેશો હાંસલ કરવામાં મદદ કરવા માટે ટાસ્ક ફોર્સની ચર્ચા દરમિયાન iCreate દ્વારા ઇનપુટ્સ પૂરા પાડવામાં આવ્યા હતા.

iCreateના સીઇઓ(CEO) અવિનાશ પુનેકર સંસ્થાની કામગીરી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે સંસ્થાના મહત્વ વિશે જણાવતા કહે છે કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા iCreate ની સ્થાપના કરવામાં આવી હતી. પાછલા ૧૦ વર્ષમાં સંસ્થાએ ૮૦૦થી વધુ ઇનોવેટર્સને સહયોગ પૂરો પાડ્યો છે, ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને ફંડિગ મેળવવામાં મદદ કરી છે, આવનારા ૧૦ વર્ષમાં વિશ્વનું સૌથી સફળ સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટર બનવા તરફ સંસ્થા કમર કસી રહી છે. IIM અને IIT બાદ iCreate થર્ડ આઇ તરીકે નેશનલ ઇન્સ્ટિટયૂટ તેમજ આઇકોનિક ઇન્સ્ટિટયૂટ બનીને દેશમાં ઊભરી છે, એનું ગૌરવ છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ સેન્ટર ઓફ એક્સેલન્સ (EV CoE)*

– iCreateએ ભારતને EV ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનાવવાના ઉદ્દેશ સાથે લગભગ ૩ વર્ષ પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કર્યું હતું. ૨૦૨૧માં આ સેન્ટરે ફ્લેગશિપ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇનોવેશન(EV CoE) ચેલેન્જ-EVangeliseની પ્રથમ આવૃત્તિ શરૂ કરી. EV ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ્સ માટે આ વાર્ષિક EV ઈનોવેશન ચેલેન્જ એક લોન્ચપેડ સમાન સ્પર્ધા બની છે.iCreate ની EV ઇનોવેશન ચેલેન્જે, તેની શરૂઆતથી છેલ્લા ત્રણ વર્ષમાં, ૫,૦૦૦થી વધુ એપ્લિકેશન મેળવી છે.આજે iCreateનું EV CoE (સેન્ટર ઓફ એક્સેલન્સ) ઇલેક્ટ્રિક વ્હિક્લસ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇકોસિસ્ટમ પ્લેયર બની ગયું છે. iCreate EV CoE(ઇલેક્ટ્રિક વ્હિકલ સેન્ટર ઓફ એક્સેલન્સ) એ ૫૦થી વધુ સ્ટાર્ટઅપ્સને સક્રિય સહયોગ પૂરો પાડ્યો છે, જેમાંથી ૩૨ એ પ્રોડક્ટ ડેવલોપમેન્ટ પૂર્ણ કયું છે અને ૨૪ સ્ટાર્ટઅપ્સ કોમર્શિયલાઈઝેશનના તબક્કે પહોંચી ગયા છે.EVangelise અને RISC-V જેવી iCreateની મુખ્ય પહેલોએ સ્થાનિક ઈનોવેશનને પ્લેટફોર્મ પૂરો પાડીને તેમજ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા સ્થાપવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. EVangelise અને RISC-V જેવી સ્પર્ધાઓમાંથી ઊભરી આવેલા સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોએ પણ ગેમ ચેન્જર ગણાવ્યા છે.ઇ-સાયકલ સહિત 2 અને 3 વ્હીલર્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા iCreate EV CoE સાથે સંકળાયેલાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ૮૫% થી વધુ સ્વદેશી ઇવી(EV) કમ્પોનન્ટ્સને ગુણવત્તાયુક્ત અને સૌથી સસ્તા બનાવવામાં સફળ રહ્યા છે.

iCreate EV CoEના માઇલસ્ટોન સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ

– રેર અર્થ મેગ્નેટ ફ્રી મોટર્સ,

– ઇન્ટીગ્રેટેડ EV સિમ્યુલેશન પ્લેટફોર્મ

– ઝીરો એમિશન વ્હિકલ ડેવલપમેન્ટ

– લો કોસ્ટ સ્ટેકેબલ એક્ષિયલ ફ્લકસ મોટર્સ

– બેટરી ફાયર સામે રક્ષણ આપતી લિકવિડ ઇમર્સન કૂલિંગ સાથેની લિથિયમ આયન બેટરીઝ

– બેટરીની ક્ષમતા અને શેલ્ફલાઇફ વધારતા એડવાન્સ્ડ નેનો મટિરિયલ્સ

– મલ્ટિપલ બ્રાન્ડના ચાર્જરને એકસાથે લાવતી ઇન્ટર ઓપરેબલ ચાર્જ પોઇન્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર

– ફાસ્ટ ચાર્જિંગ બેટરી પેક્સ માટેની પેટન્ટેડ ટેકનોલોજી

એવોર્ડ્સ અને સિદ્ધિઓ

– iCreateને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને વિકસાવવા અને તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના

તેના અનુકરણીય કાર્ય બદલ નેશનલ એવોર્ડ ફોર ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર ૨૦૨૦ પ્રાપ્ત થયેલો છે.

– iCreateના ઇવી(EV) ઇનોવેશન ચેલેન્જ હેઠળ સમર્થિત ૧૭ સ્ટાર્ટઅપ્સે લગભગ ₹૫૦ કરોડનું એક્સટર્નલ ફંડિંગ એકત્ર કર્યું છે.

– iCreate ક્લાયમેટ-ટેક, ઇ-મોબિલિટી, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)/ML (મશીન લર્નિંગ), હેલ્થ-ટેક, એરોસ્પેસ અને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રો સાથે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેમાં મૂળભૂત તકનીકોમાં પ્રોડક્ટ ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

– ભારતમાં સિસ્કોની સૌથી મોટી ઇનોવેશન લેબ અહીં આવેલી છે.

– iCreate CSIR(કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ) સહિત યુએસ, ઇઝરાયેલ અને અન્ય દેશોની અગ્રણી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપે છે, જે ઉદ્યોગમાં તેની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com