કોરોના વેકસીન ની કામગીરી ના સમયે જ જીલ્લા લેવલે ફરજબજાવતા આરોગ્ય પંચાયત સેવા ના કર્મચારીઓ એક સપ્તાહથી હડતાળ પર છે. અને તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તેઓ વેકસીન લેશે નહીં તેમજ વેકસીન આપશે નહીં.
આ બાબતે રાજ્યના આરોગ્ય કમિશ્નર દ્વારા કર્મચારીઓને તાત્કાલીક ફરજ ઉપર હાજર થવા આદેશ કરાયો છે. તો કર્મચારીઓ ફરજ પર હાજર નહીં થાયતો શિક્ષાત્મક પગલાં ના ભાગ રૂપે અને અધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણી સર્વીસ બ્રેક ,મુજબના પગલાં લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ કર્મચારીઓ બિનશરતી ફરજ ઉપર હાજર નહીં થાય તો એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
જીલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સહિત જીલ્લા મથકો અને હડતાળ પાડીને દેખાવો શરૂ કરાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ એકાએક હરકતમાં આવ્યું છે.
રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહારે ના જણાવ્યા પ્રમાણે હાલ કોરોનાની સ્થિતિ નિયંત્રણ માં આવી રહી છે. પરંતુ આગામી સમયમાં યોગ્ય તકેદારી રાખવામા ન આવેતો પોઝેટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલ રસીકરણ મહા અભિયાન અંતર્ગત હેલ્થ વર્કશ, ફ્રન્ટલાઈને કાર્યકર અને વયો વૃધ્ધ વ્યક્તિઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી નિયમિત રીતે સરળતાથી થાય તે માટે આરોજ્ઞાન તમામ તબીબ, કર્મચારીઓ પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે.
જેને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્યના પંચાયત સેવા હેઠળ ના કર્મચારીઓને તાત્કાલીક ફરજ ઉપર હાજર થવા આદેશ આપવામાં આવે છે. જો કર્મચારી સૂચનાનુ પાલન ન કરે તો કલેકટરોને કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.