રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અંબરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવાામાં આવી છે. આપને જણાવીએ કે, સરકાર દ્વારા અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આવતીકાલે વિધિવત રીતે અધ્યક્ષની જવાબદારી સંભાળશે.
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા.
જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયા હતા. જ્યાંરે તેઓ માર્ચ 2024માં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ ભળી ગયા હતા.
કહેવાય છે કે રાજકારણમાં નથી કોઈ દોસ્ત કે નથી કોઈ દુશ્મન. તકનો લાભ લઈને નેતાઓ ઘણીવાર પક્ષ બદલતા હોય છે પરંતુ પક્ષ બદલ્યા બાદ કેટલાક નેતાને ‘ઘી-કેળા’ હોય છે તો કેટલાક હાથે પતાશુ પણ લાગતું નથી. ત્યારે રાજુલાના પૂર્વ ધારસભ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ કોંગ્રેસના અને વર્તમાન ભાજપના દિગ્ગજ નેતા અંબરીશ ડેરને પક્ષ પલટો ફળ્યો છે. કહેવાય છે કે સમય બળવાન હોય છે અને સમયની બદલાતી ચાલ ઘણીવાર રાજકીય સમીકરણો પણ બદલી નાંખે છે. અંબરીશ ડેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખેસ પહેર્યો હતો ત્યારે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. તે સમય થયેલી કેટલી અટકળોનું આજે અંત કહી શકાય.