ગાંધીનગર મહાનગર પાલીકામાં જૂની મહિલા કર્મચારીએ ઉપલા અધિકારી વિરુધ્ધ મોબાઇલમાં બનાવી મહિલા સહકર્મીઓ નો વિડિયો બનાવીને બિભત્સ કોમેન્ટ કરી હોવાની ફરિયાદ નાયબ મ્યુ.કમિશ્નરને કરતાં ચકચાર મચી જવા પામી છે.
મ્યુનિ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલ સેનિટેશન શાખામાં ફરજ બજાવતી મહિલાએ કરેલા આક્ષેપોથી સમગ્ર મ્યુનીપલ વિભાગ માં સનસનાટી મચી જવા પામી છે.
ગઇકાલે મોડી સાંજે આ કિસ્સો ભારે ચર્ચાઇ રહ્યો હતો. તેમાં તાજેતરમાંજ કોરપોરેશનમાં નવી ભરતી કરવામાં આવી છે. જેમનો હાલમાં પ્રોબેશન પિરીયડ ચાલી રહ્યો છે. તેમાં એક એસ.આઈ. કક્ષાના યુવા અધિકારી બે મહિલા કર્મચારીની છેડતી કરી હોવાની ચર્ચા છે. બંને યુવતીઓ ચાલતી જતી હશે ત્યારે આ અધિકારી ગુપ્ત રીતે પોતાના મોબાઇલમાં વિડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ યુવતીઓને વિડિયો બતાવીને બિભત્સ કોમેન્ટ કરી હોવાનું સંભળાય છે. યુવતીઓ પોતાનો આ રીતે વિડિયો ઉતારેલો જોઈને ગભરાઈ જઈ તેમજ શરમ માં મુકાઇ જવા પામી હતી.
આ કિસ્સા થી કોરપોરેશનમાં વાતાવરણ ખૂબ બગડી ગયું છે. અગાઉ પણ આવી છેડતી નો બનાવ ઉજાગર થયો હતો. કોરપોરેશનનાં સ્ટાફ ઉપર મહિલા મેયર, મહિલા કમિશ્નર હોવા છતાં કોઈ કંન્ટ્રોલ રહ્યો નથી. જેથી અહી મહિલા કર્મચારીઓ દિવસે દિવસે અસુરક્ષીત બની રહી છે. અગાઉના બનાવમાં કોઈ કઠોર પગલાં નહીં લેવાતા આવા રોડ રોમીયો છાપ ધરાવતા યુવા અધિકારીઓને હિંમત વધુને વધુ ખૂલતી જાય છે.
આ કિસ્સામાં મહિલા કર્મચારી દ્વારા ડેપ્યુટી.મ્યુ.કમિશ્નરને બે પાનાં ભરીને યુવા અધિકારી વિરુધ્ધ ફરીયાદ કરાઈ છે.
હવે જોવું રહ્યું કે કોરપોરેશન તંત્ર શું પગલાં ભારે છે.
સિક્કાની બીજી તરફ અન્ય એક અધિકારીએ જણાવ્યુ હતું કે ફરજમાં બેદરકારી રાખવા ટેવાયેલી કેટલીક મહિલાઓ આ પ્રકારનાં છેડતીના બનાવો ન થયા હોવા છતાં મહિલાઓના કાયદાઓનો દૂરઉપયોગ ઘણીવાર થતો હોવાનો પણ સામે આવેલું છે.
:- ગાં.મનપામાં 2 મહિનાના ગાળામાં આ ચોથો બનાવ બનવા પામ્યો છે. ત્યાં ગાં.મનપામાં કનૈયાઓની સંખ્યા વધતી જાય છે, ત્યારે જો સાચી ફરિયાદ અને સાચો બનાવ હોય તો આ બાબતે કમિશ્નરે ગંભીરતા દાખવીને એક્શન લેવાની જરૂર છે. ત્યારે અગાઉ જે ફરિયાદો થયેલી છે, તેમાં મહત્તમ દાખવી દેવામાં આવી છે. ત્યારે સાચું શું?
:- હા, ઘણીવાર મહિલાઓ કામ ન કરવું હોય તો મહિલાઓના કાયદા વિશાળ હોવાથી તેનો ઘણીવાર દૂરઉપયોગ પણ થતો જોવા મળી રહ્યો છે.