અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ
આજે કોંગ્રેસ પક્ષે મ્યુનિસિપલ કમિશનર કાયદેસરના ફેરિયાઓને ધંધો રોજગાર કરવાની લેખિતમાં રજૂઆત કરી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ નાના- નાના ફેરિયાઓ ધંધો રોજગાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આગામી દિવસમાં દિવાળીનો તહેવાર આવે છે,શહેરમાં ઠેર ઠેર ફેરીયાવાળાઓને દબાણના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા પાસે વર્ષોથી બજાર ચાલે છે જ્યાં સસ્તા ભાવે લોકો ખરીદી કરે છે પરંતુ તહેવારના સમયે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જગ્યાએ દબાણના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેરિયાવાળાઓને હેરાન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દરવાજાની પાસે ભદ્રકાળી મંદિર આવેલ છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પણ આવે છે. કોંગ્રેસની આસ્થા ભદ્રકાળી મંદિર સાથે જોડાયેલી છે. જેથી ભદ્રકાળી મંદિર પરિસરથી દૂર જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને ધંધો રોજગાર કરવા દેવામાં આવે.
કોંગ્રેસની માંગ છે કે હાઇકોર્ટ દ્વારા જે કાયદેસર ફેરીયાઓવાળા છે તેઓને હટાવવામાં નહીં આવે, ધંધો રોજગાર કરવા દેવામાં આવે. આ સંદર્ભે આજે કોંગ્રેસ પક્ષે મ્યુનિસિપલ કમિશનર કાયદેસરના ફેરિયાઓને ધંધો રોજગાર કરવાની લેખિતમાં રજૂઆત કરી છે.
ભદ્રકાળી પાસે ફેરીયા બજાર બંધ
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફરીથી અમદાવાદ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા પાથરણાં બઝાર બંધ કરાવી દેવામાં આવ્યું છે. રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવી દેવાયા છે. તંત્ર દ્વારા પાથરણાં બઝાર બંધ કરી દેવું અને રોજ લાઈને રોજ ખાવા વાળા ગરીબોની રોજી-રોટી છીનવી લેવી આ પગલું કેટલું યોગ્ય…?!