અમદાવાદના ધારાસભ્યો મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ ખાતા ઉપર સખત નારાજ થયાં

Spread the love

શહેરના ધારાસભ્યો મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ ખાતા ઉપર સખત નારાજ થયાં છે, ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કે દબાણ વગેરેની ફરિયાદ કરવામાં આવે છે તો તેમના નામ લાગતા-વળગતા સુધી પહોંચાડી દેવાનો ધંધો બંધ કરી દેવાની ચીમકી એસ્ટેટ ખાતાના અધિકારીઓને આપવામાં આવી હતી.

શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચૂંટાતા ધારાસભ્યો અને મ્યુનિ.વહીવટી તંત્ર વચ્ચે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મહિલા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ એસ્ટેટ ખાતા દ્વારા તેમનુ નામ જાહેર કરી દેવાતું હોવાની ઉગ્રતાથી ફરિયાદ કરી હતી. તેમની રજૂઆતને ભાજપના અન્ય ધારાસભ્યોએ સમર્થન આપી એસ્ટેટ-ટીડીઓ ખાતાના અધિકારીઓને આ ધંધા બંધ કરી દેજો તેવી ચેતવણી આપી હતી. ધારાસભ્યોનું કહેવુ હતું કે, અમે ફરિયાદ કરીએ એટલે એસ્ટેટ ખાતા દ્વારા અમારા નામ આપી દેવાય છે અને તરત ભલામણોના ફોન આવવા માંડે છે. આ સાંભળી ડે. કમિશનર ઔરંગાબાદકરે એસ્ટેટ ટીડીઓ ખાતાના અધિકારીઓને ઝોનના ડે. એસ્ટેટ ઓફિસરો તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટરો ફરી આવું કરે નહીં તેની તકેદારી રાખવા કડક સૂચના આપવા જણાવ્યું હતું. આ સિવાય ભાજપના એક ધારાસભ્ય ડો. હસમુખભાઇ પટેલે તેમના મત વિસ્તારમાં આવતાં હાટકેશ્વર બ્રિજના મામલે મ્યુનિ. દ્વારા શું કામગીરી કરવામાં આવી છે અને હાલ કયા સ્ટેજે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે તેવા સવાલો પૂછતાં મ્યુનિ. અધિકારીઓ ગેંગેફેંફે થઇ ગયાં હતા અને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, છેવટે એક અઠવાડિયામાં તમને તમામ માહિતી આપવામાં આવશે તેમ કહી છૂટકારો મેળવ્યો હતો. તેમણે નારોલ-નરોડા હાઇવેના બન્ને બાજુના સર્વિસ રોડની હાલત ખસ્તા બની ગઇ હોવાની રજૂઆત કરી હતી.

દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો વધી ગયાની અને સીલ થયેલાં કે તોડી પડાયેલાં બાંધકામો પૂરા થઇ જતાં હોવાનો ધડાકો કર્યો હતો. તેમણે કોટ વિસ્તારમાં મટન અને ઇંડાની ગેરકાયદે દુકાન-લારીઓ બંધ કરાવવા રજૂઆત કરી હતી. સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે ચાંદલોડિયા ખાતે અંડરપાસ બનાવાયો છે તેમાંથી ૯૦૦ ડાયામીટરની લાઇન ખસેડવા અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કામગીરી ઝડપથી પાર પાડવા રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com