BCCI એ U19 વિનુ માંકડ ટ્રોફી 2024-25ના સેમી ફાઇનલમાં પ્રવેશવા બદલ GCA U19 પુરૂષોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા
રાજકોટ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે BCCI ની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 ક્વાર્ટર ફાઇનલ મેચ આજે સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ – A, રાજકોટ ખાતે ગુજરાત અને પંજાબ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત વીજેડી પદ્ધતિથી ત્રણ રનથી જીત્યું હતું.ગુજરાતે ટૉસ જીતીને મેદાનમાં ઉતાર્યું.પંજાબ બેટિંગમાં 45 ઓવરમાં 276 રન 8 વિકેટ ગુમાવી હતી.વરિન્દર સિંહે 90 બોલમાં 10 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 73 રન, દેવ અમૃતપાલ સિંહે 68 બોલમાં 4 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગમાં હેનિલ પટેલે 8 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ લીધી હતી.વાસુ દેવાણીએ 9 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ લીધી હતી. જવાબમાં ગુજરાત બેટિંગ કરતા 35 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા.મૌલ્યરાજસિંહ ચાવડાએ 94 નોટ આઉટ 98 બોલમાં 6 ચોગ્ગા, 4 છગ્ગા સાથે રન,રુદ્ર એમ પટેલે 78 બોલમાં 4 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. પંજાબ બોલિંગમાં શુભમ રાણાએ 7 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આમ ગુજરાત વીજેડી પદ્ધતિથી ત્રણ રનથી જીત્યું હતું.BCCI U19 વિનુ માંકડ ટ્રોફી 2024-25ના સેમી ફાઇનલમાં પ્રવેશવા બદલ GCA U19 પુરૂષોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.