• જીગ્નેશ મેવાણી તેમજ મારા પરિવારજનોને હત્યા,એન્કાઉન્ટર અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનીના જવાબદાર રાજકુમાર પાંડિયન રહેશે
• ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા એડી.ડીજીપી રાજકુમાર પાંડિયનને સસ્પેશનની માંગ
અમદાવાદ
ગુજરાતમાં દલિત સમુદાયના હક્ક અને અધિકાર માટે સતત કોંગ્રસ પક્ષ લડતું રહ્યું છે ત્યારે દલિત સમાજના લોકોના પ્રશ્નોને રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા એડી.ડીજીપી રાજકુમાર પાંડિયનને સસ્પેશનની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દલિત સમાજના લોકો મળવા પાત્ર હજારો એકર જમીન પર માથાભારે અસામાજિક તત્વો, ગુંડાતત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના લાખો દલિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે વારંવાર સુરેન્દ્રનગર અને કચ્છ સહીત જુદા જુદા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા ગત તારીખ ૧૫ ઓકટોબરએ ગુજરાત સીઆઈડી અને એસસી, એસટી, માનવ અધિકારના અધિક પોલીસ મહાનિરીક્ષક રાજકુમાર પાંડિયન સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. દલિત સમાજના હક્ક અધિકારના પ્રશ્નો અંગે રજૂઆત સાંભળવાને બદલે અણછાજતું, અહંકારી, તુંડમિજાજી, પ્રોટોકોલ વિરુદ્ધ અયોગ્ય વર્તન કરતા રાજકુમાર પાંડિયન દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિને મોબાઈલ બહાર મૂકી આવી, ટી-શર્ટ કેમ પહેરી છે? જેવા બિનજરૂરી પ્રશ્નો પૂછી સરકારી અધિકારીના પ્રોટોકોલનો ભંગ કરી અપમાનિત ભર્યું વર્તન કર્યું હતું. કોઈ પણ સરકારી અધિકારીઓના તુંડમિજાજી, અહંકારી વર્તન ગુજરાતમાં ચલાવી ન લેવાય. જનતાની સેવા કરવા બેઠેલા અધિકારીઓ છે.
ગુજરાતના દલિતોના અવાજને રજુ કરવા જનપ્રતિનિધિ જીગ્નેશ મેવાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા સાથે કરવામાં આવેલ ગેરવર્તણુક અને ગુજરાતના લાખો દલિતોના અવાજને દબાવવા નિરર્થક પ્રયત્ન વિરુધ્ધ ૨૩ ઓકટોબર કોંગ્રેસ પક્ષ, દલિત સંગઠનો, સામાજિક સંગઠનો ડીજી ઓફિસ બહાર દેખાવો કરશે. શ્રી રાજકુમાર પાંડિયનના ઈતિહાસને ધ્યાને રાખીને જીગ્નેશ મેવાણી, શ્રી હિતેન્દ્ર પીઠડીયા તેમજ મારા પરિવારજનોને હત્યા,એન્કાઉન્ટર અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનીના જવાબદાર રાજકુમાર પાંડિયન રહેશે.
ગુજરાત પોલીસના અધિકારી રાજકુમાર પાંડિયન ગુજરાતના જાગૃત નાગરિક તરીકે નીચે પ્રમાણેના કેટલાક સવાલો
• બોપલ ઘુમા ખાતે ૩૦૦ કરોડની જમીનમાં ૨૬ કરોડનો તોડ કરનાર કોણ ?
• ૨૦ હજારથી લઈ બે લાખ સુધીનો ૩૫૦ જેટલા સ્પામાં કયા અધિકારીએ કર્યો તોડ?
• ડુપ્લીકેટ માવા અને ઘી બનાવતી ફેક્ટરીઓ ખાતેથી કોણ હપ્તા ઉઘરાવે છે?
• આંગડિયા પેઢીની એક મેટરમાં હવાલા મારફતે દુબઈમાં કરોડો રૂપિયા કોણે મોકલ્યા?
• પાસપોર્ટનાં એક સ્કેમમાં કયા અધિકારીએ તોડ કર્યો ?
• ક્યાં IPS નાં કહેવાથી કૌશર બીને એન્સ્થસ્સિયાનું ઇન્જેક્શન અપાયું?
• ‘ગૌરવ બિલ્લુ અને મનન’ આ ત્રણ કયા આઇપીએસનાં વહીવટદાર?
• સુરત પલસાણાની કોર્ટમા બે કરોડની લાંચની ફરિયાદ ક્યાં IPS સામે હજુ પડતર?
• લવજી બાદશાહ અને જયંતિ બાબરીયા વિરુદ્ધ ગુનો ન દાખલનાં કરાવવા ક્યાં IPSનું દબાણ છે?
• ૬૫ વર્ષના પટ્ટાવાળા ટિફિન મોડું ખોલે તો ક્યાં IPS અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે?
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા.
સરકારી અધિકારીના ચૂંટાયેલા પ્રતિનિધિ, સાંસદ, ધારાસભ્ય સાથે વર્તન કરવા અંગેનો પ્રોટોકોલ પત્ર