રાજકોટમાં સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ – A ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી BCCIની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 સેમી ફાઈનલ મેચમાં ગુજરાત 7 વિકેટથી જીતી ફાઈનલ માટે કવોલિફાય 

Spread the love

BCCI U19 વિનુ માંકડ ટ્રોફી 2024-25 ના ફાઇનલમાં પ્રવેશવા બદલ GCA એ U19 પુરુષોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા

અમદાવાદ

રાજકોટમાં સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ – A ખાતે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી BCCIની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 સેમી ફાઈનલ મેચમાં ગુજરાત 7 વિકેટથી જીતી ફાઈનલ માટે કવોલિફાય  થયું છે.BCCI U19 વિનુ માંકડ ટ્રોફી 2024-25 ના ફાઇનલમાં પ્રવેશવા બદલ GCA એ U19 પુરુષોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે.મુંબઈએ ટોસ જીતી બેટિંગ લીધી હતી અને 50 ઓવરમાં 7 વિકેટે 202 રન કર્યા હતા.અવૈસ ખાને 116 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા.     ઋષિકેશ ગોરે 66 રન 77 બોલમાં 3 ચોગ્ગા, 3 છગ્ગા સાથે બનાવ્યા હતા.ગુજરાત બોલિંગ વાસુ દેવાણીએ 9 ઓવરમાં 46 રન આપીને 3 વિકેટ લીધી હતી.જવાબમાં ગજરાતે 43.5 ઓવરમાં 3 વિકેટે 205 રન બનાવી સાત વિકેટ થી જીત્યુ અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.રુદ્ર પી પટેલે 61 રન 94 બોલમાં 4 ચોગ્ગા, 1 છગ્ગા સાથે બનાવી નોટ આઉટ રહ્યો હતો.રુદ્ર એમ પટેલે 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. વેદાંત ત્રિવેદીએ 59 રન 68 બોલમાં 6 ચોગ્ગા, 1 છગ્ગા સાથે બનાવી નોટ આઉટ રહ્યો હતો.મુંબઈ તરફથી બોલિંગમાં હૃષિકેશ ગોરે 4.5 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com