આઇ ટી કંપનીમાં કામ કરતી એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે યુવતીના ભાઈએ મંગેતર સહિત ચાર લોકો વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 15મી સપ્ટેમ્બરના દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ તેના ભાઈને થતાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. મૃતદેહની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેનો મોબાઈલ ફોન તપાસ કરતા મંગેતર સાથેના કેટલાક વોટ્સઅપ ચેટીંગ મળી આવ્યા હતા. જે મેસેજમાં યુવતીએ તેના મોત માટે મંગેતર અને તેના પરિવારને જવાબદાર ગણાવ્યા હતા.
જ્યારે યુવતીની સગાઈ કરવામાં આવી ત્યારે તેનો મંગેતર વિદેશથી આવ્યો હતો. જેનો આવવા જવાનો ખર્ચ પેટે રૂપિયા 51 હજાર રોકડા અને એક સોનાની વીંટી પણ તેને આપવામાં આવી હતી. સગાઈ બાદ યુવતી અને તેનો મંગેતર મોબાઈલ ફોનથી વાતચીત કરતા હતા. છેલ્લા દોઢ મહિનાથી યુવતી તેના ભાઈને જણાવતી હતી કે તેનો મંગેતર, પતિ, ભાઈ અને બહેન અમદાવાદમાં એક ફ્લેટ અને એક ક્રેટા કાર દહેજમાં માંગે છે અને માનસિક ત્રાસ આપે છે. તેનો મંગેતર સારી રીતે વાતચીત પણ કરતો હતો અને જો એક ફ્લેટ અને ક્રેટા આપે તો જ લગ્ન થશે નહિતર તેના માટે બીજું એક માંગુ છે. તે પાંચ કરોડ આપવા માટે તૈયાર છે.
જોકે આ સિવાય યુવતીના મોબાઈલમાંથી એક મેસેજ પણ મળી આવ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, “આપકે પાપા ઓર આપ કી બહોત ખ્વાહીશે હૈ કી આપ લોગો કો બહોત દહેજ મીલે તથા જીતના આપને મુજે પરેશાન કિયા હૈ ના હર એક લફ્ઝ કે બદલે જો આપને મેરે શુકન ખરાબ કિયા હૈ ના, હર એક ચીઝ કે લીયે રેડી રહેના હશર કે દિન હર એક બાત કા હિસાબ હોગા ઓર અલ્લાહ આપ કો નહી છોડેગા..મે ઇતની સ્ટ્રોંગ થી કે મે કભી મરને કા નહી સોચતીથી લેકીન આજ આપને મુજે એસે રાસ્તે મે લા કર ખડા કિયા હૈ ના કી મે કિસી કો મુહ દિખા નહીં શક્ત..”
ઉલ્લેખનીય છે કે, યુવતીએ મેસેજમાં એવું પણ લખેલું કે “મેરે પાસ મરને કે અલાવા ઔર કુછ નહી હૈ. મુજે કહી કા નહીં છોડા આપને. અલ્લાહ આપકો છોડેગા નહિ દેખ લેના, આજ જો મેં કરને જા રહી હું વો સિર્ફ ઇસ ઇન્સાન કી વજે સે, ઇસ ઇન્સાન કો મત છોડના મે તો કુછ નહી કરુંગી આપકે સાથ, બટ અલ્લાહ નહિ છોડેગા ના આપકો, ના આપકી ફેમિલી કો. સબ કો યહિ ઇસ દુનિયા મેં હી સબ દેખકર આયોંગે, એક ઓર બાત અબ કભી ભી કિસી લકડી કો દેખને જાના તો પહેલે એ બોલ દેના આપ લોગો કો ક્યા ચાહીએ, એસા મત કરના જે મેરે સાથ કર રહે હો..”