દરેક શહેરોમાં દિવસેને દિવસે પેટ્રોલ પંપની સંખ્યા વધતી જાય છે. ઘણીવાર તો એક કિલોમીટરનાં અંતરે જ 3 થી 4 પેટ્રોલ પંપ જોવા મળતા હોય છે, જ્યારે અનેક જગ્યાઓ પર ઘણાં અંતર પછી પેટ્રોલ પંપ જોવા મળતા હોય છે. એવામાં દરેક લોકોને પેટ્રોલની ક્વોલિટી પર પ્રશ્ન થતો હોય છે. ઘણીવાર ભેળસેળવાળાં પેટ્રોલની અનેક ખબરો સામે આવતી હોય છે.
એવામાં પેટ્રોલની ક્વોલિટીને લઇને હંમેશા એલર્ટ રહેવાની જરૂર હોય છે. તો જાણો પેટ્રોલની ક્વોલિટીની જાણ તમે કેવી રીતે કરી શકો છો?
પેટ્રોલની ક્વોલિટીની અસર વ્હિકલ પર બહુ પડે છે. કારણકે પેટ્રોલ ભેળસેળવાળું હોય તો વ્હિકલ બગાડવાનું કામ કરે છે. આ સાથે એન્જીન તેમજ બીજા પાર્ટ્સમાં તકલીફ થઇ શકે છે. આની સૌથી મોટી અસર ખિસ્સા પર પડતી હોય છે. તો જાણો આ માટે કેવી રીતે ચેક કરશો પેટ્રોલ અસલી છે કે ભેળસેળવાળું?
પેટ્રોલની ક્વોલિટીની જાણ કરવા માટે તમે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી શકો છો. ફિલ્ટર પેપરની મદદથી તમે સરળતાથી જાણી શકો છો. આ માટે તમે ફિલ્ટર પેપર લો અને એની પર પેટ્રોલનાં થોડા ટીપાં નાખો. આમ, જો પેપર પર પેટ્રોલનાં ધબ્બા પડી જાય છે તો સમજી લો કે પેટ્રોલ ભેળસેળવાળું છે. પેપર પર પેટ્રોલનાં ધબ્બા પડતા નથી તો સમજી લો કે ક્વોલિટી સારી છે.
તમારી પાસે ફિલ્ટર પેપર નથી તો તમે વ્હાઇટ A4 પેપરથી પણ ચેક કરી શકો છો. આમ, તમને જણાવી દઇએ કે A4 પેપરની કિંમત 1 રૂપિયો હોય છે જ્યારે ફિલ્ટર પેપરની કિંમત 10 રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ તમે પ્રોપર રીતે ચેક કરવા ઇચ્છો છો તો ફિલ્ટર પેપર તમારાં માટે એક સારો ઓપ્શન હોઇ શકે છે. આમ, પેટ્રોલ પંપ પર તમે સરળતાથી ઉભા-ઉભા આ રીતે તપાસ કરી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર હોતી નથી.