જમ્મુના અખનૂરમાં હુમલો કરનાર આતંકવાદીઓને ઠેકાણે પાડવા માટે સેનાએ ઓપરેશન આસન શરૂ કર્યું હતું. આમાં NSG કમાન્ડોની સાથે હેલિકોપ્ટર, BMP-II લડાયક વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં BMP-II જેવી ટેન્કનો ઉપયોગ પહેલીવાર થયો હતો. એટલું જ નહીં, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની પણ મદદ લેવામાં આવી હતી. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન પૂર્ણ થયા બાદ સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આર્મીના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે કહ્યું કે, ઓપરેશન આસનમાં અમે માનવરહિત વાહનો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. આનાથી અમને ઝડપી અને સારા પરિણામો મળ્યા છે. મેજર જનરલ સમીર શ્રીવાસ્તવેકહ્યું કે અમે BMP નો ઉપયોગ કર્યો કારણ કે તે મુશ્કેલ વિસ્તાર હતો. 30 ડિગ્રીના ઢોળાવ અને ગાઢ જંગલમાં આતંકીઓને શોધી કાઢ્યા બાદ ત્યાં પહોંચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓપરેશન આસાન દરમિયાન માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પાસેથી અનેક ઘાતક હથિયારો મળી આવ્યા છે. સેનાને આતંકવાદીઓ પાસેથી મળેલા ઘાતક હથિયારોમાં, M-4 રાઇફલ 01, AK-47 રાઇફલ 02, m4 મેગેઝિન 03, એકે મેગેઝિન 08, પિસ્તોલ 01, 9mm પિસ્તોલ કારતૂસ 20, 7.62mm કારતૂસ 77, 5.56mm કારતૂસ 129, સૌર પેનલ 01, છરી 03, USB કેબલ 01 સાથે પાવર બેંક, હેન્ડ ગ્રેનેડ 01, ઘડિયાળ 01, નાના નોટ પેડ 01, સાઇલેન્સર 01, દારૂગોળો પાઉચ 03, ધાબળો 03, વાયર કટર 01, સ્ક્રુ ડ્રાઈવર 01, કોટન પેકેટ 03 બંડલ, કાજુ 02 પેકેટ, ખજૂર 03 પેકેટ, કિસમિસ 03 પેકેટ, બદામ 02 પેકેટ, કેન્ડી 02 પેકેટ, કાતર 01, પોલિથીન સેટ 02 નો સમાવેશ થાય છે.