ગુજરાત રાજ્યમાં 20 નદી પુલોમાંથી 12 નદી પુલનું બાંધકામ પૂર્ણ કરાયું
સુરત
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના પુલનું નિર્માણ કાર્ય 29 ઓક્ટોબર 2024 ના રોજ પૂર્ણ થયું છે. કોરિડોર માટે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે તમામ નવ (09) નદી પુલ બનાવવામાં આવ્યા છે.ગુજરાત રાજ્યના 20 નદી પુલોમાંથી આ 12મો નદી પુલ છે.
ખરેરા નદી પુલની મુખ્ય વિશેષતાઓ
• પુલની લંબાઈ: 120 મીટર • 3 ફુલ સ્પાન ગર્ડર (પ્રત્યેક 40 મીટર). • થાંભલાની ઊંચાઈ – 14.5 મીટર થી 19 મીટર • એક (01) 4 મીટરનો ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસનો ત્રણ (03) વર્તુળાકાર થાંભલો
• આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બંને સ્ટેશનો વચ્ચેના અન્ય પૂર્ણ થયેલા નદી પુલ કોલાક, પાર, ઔરંગા અને કાવેરી નદી પર છે
• આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથેના ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકાની ટેકરીઓમાંથી નીકળે છે.
• ખરેરા નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી આશરે 45 કિલોમીટર અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 6 કિમી દૂર છે.
ગુજરાતમાં 12 નદી પુલ પૂર્ણ થવાના
વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે: ખરેરા (નવસારી જિલ્લો), પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો) અને વેંગણીયા (નવસારી જિલ્લો) – કુલ 9
અન્ય પૂર્ણ થયેલ નદી પુલ: ધાદર (વડોદરા જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો) – કુલ 3