કોઈપણ વ્યક્તિ હોવ. ભીજાની થાળીમાં લાડવો મોટો જ લાગે, ત્યારે દેશની લાર્જેસ્ટ સૌથી મોટી પાર્ટી એવી ભાજપને રાજ્યથી લઈને કેન્દ્ર સુધી સત્તા જે મળી છે, તે કરોડો કાર્યકરોને આભારી છે, તસવીરમાં દેખાતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે. પોતે મહારાષ્ટ્ર ચૂંટણીના પ્રચારમાં હોવાથી વડાપાઉં ખાઈને પ્રચારમાં જોતરાઈ ગયા છે, આવા અનેક કાર્યકરો જે કટોકટી લાદી ત્યારથી જેલથી લઈને અનેક સત્તાધીશોના ઠંડા પણ ખાયા છે. ત્યારે વડાપાઉં ખાઈને પાર્ટી, પક્ષ માટે જે પ્રચારમાં દોડી રહ્યા છે, તે વડાપાવ ઉપર ચલાવી રહ્યા છે, પણાને થાય કે રાજ્ય ગૃહ મંત્રીને કેટલા જલસા હોય, ગાડી, બંગલો, તમામ સગવડો, નોકર-ચાકર, લોકો સલામ મારે, પણ એકવાર બનો એટલે ખબર પડે, રાજ્ય ગૃહમંત્રીને પૂછો કે તમારા દીકરા તમારી પત્નીને કેટલા દિવસથી મળ્યા નથી, ઘરના રોટલા કેટલા દિવસથી ખાધા નથી, દેશ આઝાદ થયા બાદ ગુજરાતમાં અનેક રાજ્ય ગૃહમંત્રી આવ્યા પણ આ રાજ્ય ગૃહમંત્રી જરા હટકે છે, ભલે લોકો બૂમો, ભરાડા, રાડા પાડતા હોય કે રાજ્ય ગૃહમંત્રીની ડીગ્રી વિશે તો આટલા વર્ષોમાં જેટલા મંત્રીઓ બન્યા તેનાથી નીચી ડિગ્રી કેટલાની હતી? ડિગ્રી ભણતર અગત્યનું નથી, આવનારા અરજદારની ફરિયાદમાં સચ્ચાઈ કેટલી છે, તે જાણી લે અને ન્યાય અપાવે તે રાજય ગૃહમંત્રી કહી શકાય, નિયમો કાયદાઓ આ તમામ જાણનારા જે મંત્રીઓ બન્યા તેમણે શું કામ સુપર-ડુપર કરીને ચાર ચાંદ લગાવી દીધા છે, અગાઉ ભાજપના પૂર્વ એક મંત્રી એવા રોડ બિલ્ડિંગનું સંભાળના સ્વ. સવજીભાઈ કોરાટ હતા, રોડ, રસ્તાનું કામ ચાલતું હોય ત્યાં ઊભા રહીને કામ ચકાશે અને બુક્કા કાઢી નાળે, ત્યારે આજ દિન સુધી સ્વ.સવજીભાઈ કોરાટ જેવા મંત્રી હજુ સુધી આવ્યા નથી, તેમની પાસે કેટલી ભણતરની ડિગ્રી હતી, કોન્ટ્રાક્ટરો તોબા પોકારી ગયા હતા, રોડ, રસ્તાના કામમાં જરા પણ ચલાવી લેતા ન હતા, સવારથી નીકળી પડતા ત્યારે ગૃહમંત્રી જે મળ્યા છે, તેમાં ચાર મહિનાની જેટલી ઘટનાઓ બની તેમાં કાઈમ ક્રિમિનલ કરનારા અનેક તત્વોની સર્વિસ કરવામાં આવી છે, કાયદાનો ખોફ બેસાડવા અનેક પ્રયત્ન રાજ્ય ગૃહમંત્રી પોતે કરી રહ્યા છે, નાનામાં નાની વ્યક્તિની વાત સાંભળે, ત્યારે ડિગ્રી નહીં પણ કામનું રિઝલ્ટ જોવું જરૂરી છે, અગાઉ વાસણ આહીર હતા, તે કેટલું બલેલા હતા બાકી કોઠા શુંઝ અને શાનમાં અનેકને ટપાવી દે તેવા હતા, તસવીરમાં વડાપાઉ ખાઈને પ્રચારમાં દોડતા રહેતા હર્ષ સંઘવી પોતે જે કાયદા પોલીસ સ્ટેશનો જેલથી લઈને અનેક લોકોની સમસ્યાઓ જમીન પર રહીને જોઈ છે, ત્યારે હોડો હોય કે ન હોય બાકી નું કામ કરતા જા, ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે, બધાને પરિવાર હોય પણ પાર્ટીનો આદેશ માથા પર લઈને ફરનારા રાજ્ય ગૃહમંત્રી જેવા અને કાર્યકરો આજે મહારાષ્ટ્ર ખૂંદી રહ્યા છે, ત્યારે સત્તાના સૂત્રો મળે છે, બાકી લગે રહો હર્ષભાઈ…