ભારતમાં ડિજિટલ ન્યૂઝ મીડિયા ક્ષેત્રને લઈને હાલમાં સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન મીડિયા ઈન્ડરસ્ટ્રી માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ અને ન્યૂઝ પબ્લિશર્સ, ખાસ કરીને ગૂગલ અને મોટી ટેક કંપનીઓએ એકાધિકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યી છે. તેમણે કહ્યું કે આ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ ભારતીય ડિજિટલ ઈન્ડરસ્ટ્રીઝ માટે ખતરાની ઘંટડી છે અને તેને બચાવવા માટે કડક નિયમોની જરૂર છે.
મોટી ટેક કંપનીઓ જેમ કે ગૂગલ અને મેટા લાંબા સમયથી ડિજિટલ મીડિયા સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ કંપનીઓ ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા બનાવવામાં આવેલ કન્ટેન્ટમાંથી જંગી કમાણી કરે છે, પરંતુ બદલામાં તેમને યોગ્ય ચૂકવણી કરતી નથી. ભારતીય ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ જે ન્યૂઝરૂમમાં રોકાણ કરે છે અને પત્રકારત્વના સિદ્ધાંતોનું પાલન કરે છે તે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ કંપનીઓનું “લઈ લો અથવા છોડી દો” વાળું વલણ આ પ્લેટફોર્મ્સ માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે, કારણ કે કોઈપણ પ્રકારની પારદર્શક આવકનું શેયરિંગ અથવા વાતચીતનો કોઈ મોકો આપતી નથી.