બાબા વેંગા અને નાસ્ત્રેદમસનું નામ સાંભળતા જ કોઈ પણના મનમાં પહેલો વિચાર તેમના દ્વારા કરવામાં આવેલી વિચિત્ર આગાહીઓનો આવે છે. આમાંથી ઘણી આગાહીઓ સાચી પણ સાબિત થઈ છે. હવે નવું વર્ષ 2025 શરૂ થવા આડે થોડો જ સમય બાકી છે, ત્યારે આ બંને દ્વારા આગામી વર્ષ માટે જે આગાહી કરવામાં આવી છે, તેની ફરી ચર્ચાઓ થઈ રહી છે. આ બંનેએ 2025 માટે વિનાશક ડેવલપમેન્ટની આગાહી કરી છે – જે અનુસાર 2025માં યુરોપમાં થનાર સંઘર્ષ તેની વસ્તી પર ભારે અસર કરશે. બાબા વેંગા એક અંધ બલ્ગેરિયન રહસ્યવાદી છે, જેઓ તેમની કેટલીક આગાહીઓ સાચી સાબિત થયા પછી ખૂબ જ પ્રખ્યાત બની ગયા છે. તેમને બાલ્કન્સના નાસ્ત્રેદમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા વેંગાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મોત, ચેર્નોબિલ ડિઝાસ્ટર અને બ્રેક્ઝિટ જેવી કેટલીક મોટી વૈશ્વિક ઘટનાઓની આગાહી કરી હોવાનું કહેવાય છે. બીજી બાજુ, પ્રાચીન ફ્રેન્ચ એસ્ટ્રોલોજર મિશેલ ડી નાસ્ત્રેદમ, જેને નાસ્ત્રેદમસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે પણ ઘણી સ્પષ્ટ આગાહીઓ કરી છે. આવનારા નવા વર્ષ માટે બાબા વેંગાએ યુરોપમાં ભયાનક યુદ્ધની આગાહી કરી છે, જેમાં વ્યાપક પ્રમાણમાં તબાહી અને મોટી જનસંખ્યાને નુકસાન થશે. તેમણે જણાવ્યું કે, આ સંઘર્ષ 2025માં મહાદ્વીપમાં તબાહી મચાવી દેશે. કથિત રીતે બાબા વેંગાએ જણાવ્યું કે, “2025માં જે કંઈ પણ થશે, તે વિશ્વને સર્વનાશ તરફ લઈ જશે.” મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમનું માનવું છે કે, 2025માં બે દેશો વચ્ચે એક નવું યુદ્ધ થશે, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. નાસ્ત્રેદમસે પણ યુરોપના ડરામણા ભવિષ્ય અંગે આગાહી કરી છે. તેમની સદીઓ જૂની ભવિષ્યવાણીમાં મહાદ્વીપમાં ‘ક્રૂર યુદ્ધ’ તથા ‘પ્રાચીન મહામારી’ ફરી આવવા અંગેની વાત કરવામાં આવી છે, જે શત્રુઓથી પણ ખરાબ હશે. નાસ્ત્રેદમસે જણાવ્યું કે, રશિયા-યૂક્રેનની વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ પરસ્પર થાકના લીધે સમાપ્ત થઈ જશે. બંને પક્ષોના સંસાધનો અને ઇચ્છાશક્તિમાં ઘટાડો થશે. જોકે, આ શાંતિ અલ્પકાલિન હોઈ શકે છે.