મુખ્યમંત્રીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ફિલ્મ નિર્માતા સુશ્રી એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી

Spread the love

લોકો સુધી સાચી વાત પહોંચે તે માટે આ પ્રયાસ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો : હર્ષ સંઘવી

એકતા કપૂરની પંક્તિ “ગુજરાત મેં જલ માંગોગે તો દૂધ મિલેગા, પ્રેમ માંગોગે તો સન્માન મિલેગા, ઓર અગર શરાબ માંગોગે તો શરાબ ઉતારને વાલા ભી મિલેગા ”

જે વાત લોકો સુધી પહોંચવી જોઇએ તેના માટે આ ફિલ્મ છે : જીતેન્દ્ર

જેટલી મોટી અમારી સ્ક્રીપ્ટ હતી એટલા વધારે પેજીસ રિસર્ચના હતા : ફિલ્મ હિરોઈન રિદ્ધિ ડોગરા

અમદાવાદ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા આશ્રમ રોડ ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. ફિલ્મ જોયા પછી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ફિલ્મ નિર્માતા સુશ્રી એકતા કપૂર, પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે ફિલ્મ નિહાળી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સહિત અમદાવાદના નાગરિક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ફિલ્મ જોવા આવ્યા હતા. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો આભાર માનું છું. લોકો સુધી સાચી વાત પહોંચે તે માટે આ પ્રયાસ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ બનાવ  ૨૦૦૨ માં બન્યો હતો. વર્ષો પહેલાં ગુજરાતમાં જે થયું તેનું સત્ય ઉજાગર કરતી આ ફિલ્મ છે. ઘટનાને લઈને અનેક જુઠ્ઠાણાં ફેલાવવામાં આવ્યા હતા.

અભિનેતા જિતેન્દ્ર કપૂરે જણાવ્યું હતું કે, હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે. જે વાત લોકો સુધી પહોંચવી જોઇએ તેના માટે આ ફિલ્મ છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ.

ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર એ જણાવ્યું હતું કે બે વર્ષના રિસર્ચ પછી આ ફિલ્મ બની છે. ફિલ્મને લઈને બે દિવસ સુધી હું સુતી પણ નથી. સત્ય છુપાવવાતું નથી તેથી ગુજરાતની સત્ય કહાની છે જેથી વધારેમાં વધારે લોકો આ ફિલ્મ જુએ. સચ્ચાઈનો કોઈ કલર હોતો નથી. ભારતના ઇતિહાસમાં આ દર્દનાક ઘટના હતી. આ ફિલ્મ કોન્ટ્રાવન્સી નથી ફેક્ટ છે. કોન્ટ્રાવન્સી ત્યારે હોય છે જ્યારે કહાની હોય છે. મેં પોલિટિકલ ફિલ્મ બનાવી નથી. મેં ગુજરાતના મોટી ઘટના બની તેની ફિલ્મ બનાવી છે. આ ફેક્ટ કોન્ટેટ છે. એકતા કપૂરની પંક્તિ “ગુજરાત મેં જલ માંગોગે તો દૂધ મિલેગા, પ્રેમ માંગોગે તો સન્માન મિલેગા, ઓર અગર શરાબ માંગોગે તો શરાબ ઉતારને વાલા ભી મિલેગા “.

ફિલ્મ હિરોઈન રિદ્ધિ ડોગરાએ જણાવ્યું હતું કે કલાકારો બહુ ભાવુક હોય છે. સાચી દુર્ઘટના પર આધારિત આ સત્ય કહાની છે. જેટલી મોટી અમારી સ્ક્રીપ્ટ હતી એટલા વધારે પેજીસ રિસર્ચના હતા.

આ અવસરે અમદાવાદનાં મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી  ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ  હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ  દિનેશ મકવાણા, ધારાસભ્યશ્રી સર્વેશ્રી અમિત શાહ, દિનેશ કુશવાહા,  જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી  રત્નાકર , એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ ફિલ્મને કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com