વાવમાં જીત્યા બાદ સીઆર પાટીલની પ્રતિક્રીયા સામે આવી

Spread the love

વાવમાં ભાજપનો રાજકીય વનવાસ આખરે પૂરો થયો છે. બે વિધાનસભા ચૂંટણી બાદ આખરે વાવમાં કમળ ખીલ્યું છે. વર્ષ 2017 થી વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થતી હતી. ગેનીબેન વિધાનસભામાંથી લોકસભામાં ગયા, અને આ બેઠક ફરીથી ભાજપના ફાળે આવી છે. 2300 થી વધુ વોટથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની વાવ પેટાચૂંટણીમાં જીત થઈ છે.  ત્યારે આ જીતથી ભાજપના નેતાઓમાં ખુશીનો માહોલ છે. ભાજપમાં જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વાવની જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, હાર અને બદલાની વાત નથી. પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતના લોકોમાં વિશ્વાસ જાગ્યો છે. દેશના લોકોમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું છે. તે આજે મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. ગત વખતે લોકસભામાં પણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવાર 2300 મતથી જીત્યા છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો, કે પાટીલનો પાવર ઉતારી દઉ. પરંતું ભાજપના કાર્યક્રતાઓને પાવર આજે જોવા મળ્યો છે. હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. અભિનંદન આપું છું. નાનું માધ્યમ, પણ આ ચૂંટણી મહત્વની હતી. કેટલાક લોકો આવા મતદાર સંઘને પોતાની જાગીર સમજીને ચાલતા હતા, એ તમામને મતદારોએ જડબેસલાક જવાબ છે. પાટીલે કહ્યું કે, આ જીત મોદી સાહેબની લોકપ્રિયતાની છે. આ જીત અમિતભાઈના માર્ગદર્શનની છે. આ જીત કાર્યકર્તાઓની મહેનતની છે. જે આગેવાનોએ પ્લાનિંગ કર્યું અને કામ કર્યું એમની જીત છે. તેમણે કહ્યું કે, ભૂલ તો ત્યારે પણ નહોતી થઈ. પરંતુ અમે હાર્યા હતા. એ હાર મેં પોતે સ્વીકીરા હતી. પરંતુ અમે હારમાંથી શીખ્યા. કાર્યકર્તાઓના મનમાં પણ દાઝ હતી કે અમે હાર્યા કેવી રીતે ભાજપ જેવા સફળ નેતૃત્વમાં હાર કેવી રીતે થાય. હાર સહન કરવા ટેવાયેલા નથી તે ફરી સાબિત થયું. કેટલાક લોકોને લાગતુ હતું તો તે લોકોને જવાબ આપી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com