રાજકોટ
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાના મામલામાં પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢના પી.આઈ. સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા દ્વારા સંજીવ પાદરીયા પર હત્યાના પ્રયાસ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગે કડક પગલાં લેતા પીઆઈ પાદરીયાને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયંતિભાઈ સરધારાએ પીઆઈ પાદરીયા પર હુમલાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં BNSની કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તથા GP એક્ટ 135(1) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પીઆઈ પાદરીયાના ખોડલધામ સાથેના સંબંધોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચર્ચાસ્પદ હુમલાની ઘટના અંગે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં નવા વળાંક આવ્યા છે. ફૂટેજ અનુસાર, પીઆઈ પાદરીયાના હાથમાં કોઈ હથિયાર દેખાતું નથી. તેઓ માત્ર ચાલતા જોવા મળે છે, જ્યારે જયંતીભાઈ સરધારા તેમની કારમાંથી ઉતરી તેમના તરફ જતાં જોવા મળે છે. મારામારીની ઘટનાથી પહેલા જયંતીભાઈએ જ હુમલો કર્યો હોવાની પણ ચર્ચા છે.
જોકે, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જયંતીભાઈ સરધારા પર હુમલો થયા બાદ તેમની પ્રતિક્રિયા સોમવારે રાતે જ સામે આવી હતી. જેમાં જયંતીભાઈએ જણાવ્યું હતું કે, તે સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ બન્યા હતા. સોમવારે તે તેના પરિચિતના પુત્રના લગ્ન હોવાથી શહેરની કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગયા હતા. જ્યાં દાંડિયા રાસનો કાર્યક્રમ હોય ત્યાં હાજર જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયા તેને ત્યાં જ એક તરફ લઈ ગયા હતા. જ્યાં તેને ‘તમે સમાજના ગદ્દાર છો’ સરદારધામના ઉપપ્રમુખનો ચાર્જ શું કામ લીધો? ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે, તેવું જણાવ્યું હતુ. આ સાથે ધમકી પણ આપી હતી કે, નરેશ પટેલની સામે થઈશ તો જાનથી મારી નાખીશ. આથી તેમણે કહ્યું હતું કે ‘હું તો થયો છું મેં કોઈ ખરાબ કામ નથી કર્યું’ તેવો જવાબ આપતા પીઆઈ પાદરીયાએ તેને તું બહાર નીકળ જોઈ લઈશ તેમ ધમકી આપી હતી.