ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનો નશા નહીં નોકરી દો નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી
મુન્દ્રા
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા મુન્દ્રા કચ્છ ખાતે અદાણી પોર્ટ ઘેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સાથે સમગ્ર ગુજરાતમાંથી યુથ કોંગ્રેસના હોદેદારો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસે માંગ કરી હતી કે દેશમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે તેના લીધે દેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, જ્યારે યુવાનોને નશા નહીં, નોકરી દો તે નારા સાથે વિરોધ પ્રદર્શન કરીને માંગણી કરી હતી.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર ગુજરાત જ નહી દેશભરના યુવાનોને બરબાદ કરી રહ્યું છે. મુન્દ્રા પોર્ટથી 50,000 કરોડથી પણ વધુ કિંમતનું મોર્ફિન મળી આવેલ છે. આ ડ્રગ્સ કોના ઈશારે આવી રહ્યું છે તે દેશ વાસીઓને ખબર છે. સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. દેશના યુવાનોને બરબાદ કરવા એક પ્રકારની દેશદ્રોહીની કામગીરી ભાજપ સરકાર કરી રહી છે. આજના યુવાનોને નશાની જરૂર નથી, પણ નોકરીની જરૂરું છે. જ્યારે ભાજપ સરકાર કરોડનું ડ્રગ્સ વિદેશમાંથી લાવીને યુવાનો ને બરબાદ કરે છે તેવા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે કર્યા હતા.અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બગ્લાદેશ, કેન્યા અદાણી કંપની બેલ્ક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. L
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહે જણાવ્યું હતું કે યુવાનોના સંઘર્ષની લડાઈ યુથ કોંગ્રેસ આવનારા સમયમાં લડશે. આજે ગુજરાતમાં બેરોજગારીનો દર ખૂબ જ ઉંચો છે અને ગુજરાતના પ્રદેશ યુવાનો પાસે ડિગ્રી છે પરંતુ નોકરી નથી અને ભાજપ સરકાર યુવાનોને નોકરી આપી રહી નથી પણ નશાના રવાડે ચડાવે છે. આવનારા સમયમાં દેશનું ભવિષ્ય ખતરામાં પડશે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મુન્દ્રા ખાતે મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબના અધ્યક્ષસ્થાને અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ મળી હતી. આ કારોબારીમાં પ્રદેશ, જિલ્લા અને વિધાનસભા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યુથ કોંગ્રેસમા કામગીરી કેવા પ્રકારની કરશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.