કોંગ્રેસ અને ભાજપ સિવાય મારી કોઇ પાર્ટી નહોતી,કોઇના કહેવાથી મત તૂટતા નથી,બી અને સી ટીમ છે એ બધી કાલ્પનિક અને ખોટી વાતો,મતદારો જે પાર્ટીને મત આપે છે તેનાથી મતો કપાય,મતદાતા એ માલિક : બાપુ
ગુજરાતમાં અત્યારે વિરોધ પક્ષનો કોઈ પોઝિટિવ રોલ નથી, ભાજપ સરકારનો પણ કોઈ એક્ટિવ રોલ નથી તો કંઈક નવું કરવું પડે : શંકરસિંહ
આદિવાસી સમાજને આગળ લાવવાનો લક્ષ્ય, શિક્ષણ ક્ષેત્રને પણ આગળ લાવવાની અમારી તૈયારી,શંકરસિંહ બાપુ અને પાર્ટીના વડીલો ના માર્ગ દર્શન લઈને હવે કામ કરીશું : પ્રમુખ રિદ્ધિરાજસિંહ પરમાર
બાપુનું સોનેરી વાક્ય “પ્રજા જ મારી હાઈકમાંડ” છે એ મુદ્રાલેખ સાથે ફરીને “પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી”નાં સંગઠનને ગુજરાતમાં મજબુત બનાવવું : સ્થાપક પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ
અમદાવાદ
રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ ખેડૂત અને યુવાનોના પ્રશ્નોને લઇ ને ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’નો ઉદય થયો છે.ગુજરાતનાં રાજકારણમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.પાર્ટીનાં પ્રમુખ બનાસકાંઠાના દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે22 તારીખે બપોરે દોઢ વાગ્યે અડાલજ ખાતે અમારી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે.ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાર્ટીનાં માર્ગદર્શક રહેશે.
બાપુ આ તમારી કયા નંબરની પાર્ટી છે તેવા પ્રશ્નોના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ સિવાય મારી કોઇ પાર્ટી નહોતી.આ પાર્ટીમાં પણ હું હજુ સભ્ય નથી થયો. વધુમાં બાપુએ કહ્યું કે કોઇના કહેવાથી મત તૂટતા નથી. સ્થાનિક સ્વરાજની અને આગામી 2027ની ની ચૂંટણી માં પણ ઉમેદવાર ઊભા રાખીશું. પાર્ટીના નિશાનમાં ભાલાફેંક સાથે ૯૪ એવું લખેલું હતું તેના પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યું કે આવનારી 2027ની વિધાનસભામાં અમારી પાર્ટી 94 બેઠકો જીતશે તેવું કહ્યું હતું. ગુજરાતમાં અત્યારે વિરોધ પક્ષનો કોઈ પોઝિટિવ રોલ નથી, ભાજપ સરકારનો પણ કોઈ એક્ટિવ રોલ નથી તો કંઈક નવું કરવું પડે.દિલ્હીમાં પણ નવી આમ આદમી પાર્ટી આવીને 70 માંથી 67 સીટો જીતી હતી. એટલે ગુજરાતમાં 2022ની વિધાનસભાની પણ પાંચ બેઠકો જીતી હતી એટલે ત્રીજો પક્ષ ગુજરાતમાં ચાલતો નથી એવું નથી. બી અને સી ટીમ છે એ બધી કાલ્પનિક અને ખોટી વાતો છે. પરંતુ અમે એક્સ પાર્ટીને કાઢી વાય પાર્ટી કરવા આવ્યા છીએ.બાકી તો મતદારો જે પાર્ટીને મત આપે છે તેનાથી મતો કપાય છે. મતદાતા એ માલિક છે.
‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ નાં દાંતા સ્ટેટના રાજવી પ્રમુખ રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, શંકરસિંહ બાપુ અને પાર્ટીના વડીલો ના માર્ગ દર્શન લઈને હવે કામ કરીશું. આદિવાસી સમાજને આગળ લાવવાનો લક્ષ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આગળ લઇ આવવાની અમારી તૈયારી છે. 22 તારીખે બપોરે દોઢ વાગ્યે અડાલજ ખાતે અમારી પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારે પાર્ટીનાં એજન્ડા અને મુદ્દાઓ અંગે વધુ માહિતી આપવામાં આવશે અને તમામ હોદ્દેદારોની નિમણૂકથી લઈને કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે “પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી”ની હૂંફ પ્રજાને મળે એ માટે શંકરસિંહ વાઘેલા બાપુ અને મિત્રો તા- ૨૦/૧૧/૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી. બાપુનું સોનેરી વાક્ય “પ્રજા જ મારી હાઈકમાંડ” છે એ મુદ્રાલેખ સાથે ફરીને “પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી”નાં સંગઠનને ગુજરાતમાં મજબુત બનાવવું. ખેડૂતોના પ્રશ્નો માટે નિરાકરણ મોઘવારી, બેકારી, અસામાજિક તત્વોનો ત્રાસ, શિક્ષણ અને આરોગ્યની હાલાકીઓ અને મહેંદી કર્યો ઉપર થતાં બળાત્કાર અને અન્યાય, એસ.ટી., ઑ.બી.સી અને મધ્યમ વર્ગ પીડાતો હોય ત્યારે તેવી પ્રજાનો અવાજ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.પ્રજાને ગેરમાર્ગે દોરતી સરકાર સામે સક્રિય રહેવું અને અડીખમ, ન્યાયના પક્ષે, સત્યના પક્ષે ઊભા રહીશું.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ મહારાણા રિધ્ધિરાજસિંહ મહિપેન્દ્રસિંહ પરમાર (હાઈનેશ ઓફ દાંતા, બનાસકાંઠા)નો પરિચય
જન્મ સ્થળ- તા- ૩/૧૨/૧૯૮૧ જયપુર રાજસ્થાન.
રાજમાતાશ્રી ચન્દ્રકુમારી રાજસ્થાનના કરોલી સ્ટેટના રાજવી પરિવારના જે ભગવાન શ્રીકૃષ્ણના વંશની ઓળખ
શૈક્ષણિક કારકિર્દી મુંબઈની પ્રતિષ્ઠિત જમનાબાઈ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મીઠીબાઈ કોલેજ મુંબઈ
લગ્ન : ઓરીસ્સા રાજયના ભગવાન જગન્નાથના ગજપતિ તરીકે ઓળખ ધરાવતાં જગન્નાથ પુરીના રાજવી પરિવાર રાજકુમારી દિવ્યજ્યોતીકુમારી સાથે , વિશ્વવિખ્યાત માં આરાસૂરી અંબાજી મંદીરના પ્રથમ સેવક તરીકેની જવાબદારી.