ITના દરોડામાં 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈ

Spread the love

આવકવેરા વિભાગ દ્વારા મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પડ્યા હતા.મોરબીના તીર્થક ગ્રુપ સોહમ કોલ, રાધે ગ્રુપ ચાવડા ઇન્ફ્રા સહિતના 35 જેટલા સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ અને ની કામગીરી ચારથી પાંચ દિવસ સુધી ચાલે તેવું આવકવેરા વિભાગના સૂત્રોનું માનવું હતું પરંતુ અચાનક ઇન્કમટેક્ષ દ્વારા તપાસને આટોપી લેવામાં આવતા તર્ક વિતર્ક સર્જાયા છે. ઇન્કમટેક્ષ વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ અમદાવાદના રાધે ગ્રુપ અને ચાવડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને દરોડામાં આશરે 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

જોકે હજુ પણ આવકવેરા વિભાગને વધુ બેનામી વ્યવહારો મળી રહેશે તેવી આશા છે. આ દરોડાને લઇને અનેકવિધ ચર્ચા ઊભી થાઈ છે, કારણકે જ્યારે 150 થી વધુ અધિકારીઓ કોઈ દરોડામાં જોડાયા હોય અને 35 જેટલી જગ્યાઓ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાય અને તે જગ્યા પરથી આશા હોય તેટલા બેનામી વ્યવહાર મળે નહી અને તાત્કાલિક તમામ સ્થળે દરોડા પૂર્ણ કરી દેવામાં આવે તો એક નહીં અનેક પ્રશ્નો ઉભા થઈ શકે. દરોડામાં ઇન્કમટેક્ષ વિભાગને ઘણી ચોકાવનારી માહિતી પણ હાથ લાગી હતી એટલું જ નહીં 10 કરોડ જેટલી રોકડ રકમ અને ઝવેરાત પણ આકવેરા વિભાગને હાથ લાગી હોવાનું સૂત્ર જણાવ્યું હતું ત્યારે અચાનક ગઈકાલે દરોડા પૂર્ણ કરવાની વાત આવી જતા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

હાલ જે બેનામી વ્યવહારો સામે આવ્યા છે તેમાં રાધે ગ્રુપ અને ચાવડા ને સંયુક્ત રીતે 700 કરોડ રૂપિયા હોવાનું હાલ અધિકારીઓ જણાવી રહ્યા છે. જેમાં બેંકના લોકરો સહિતની અનેક મુદ્દાઓ હાલ વિભાગના હાથ લાગ્યા છે ત્યારે મોરબીમાં ભાજપના પૂર્વ મંત્રીના વેવાઈને ત્યાં જે ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવત પરંતુ કોઈ કારણ સર દબાણવસ આ ઓપરેશનને બંધ કરવામાં આવ્યું હતું. તેનાથી ઘણા ખરા પ્રમાણમાં બે નામી વ્યવહારોનો આંકડો દબાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

આવકવેરા વિભાગના ટોચના અધિકારીઓએ ખૂબ લાંબા સમય સુધી સમગ્ર વિગતો એકત્રિત કર્યા બાદ અને તપાસ કર્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં 35 સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. હવે આ દસ્તાવેજોની ચકાસણી અને સર્ચ બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારો અને કરોડોની કિંમતના વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. હવે આ દસ્તાવેજોની ચકાસણી અને સર્ચ બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારો અને કરોડોની કરચોરી શોધી કાઢવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન મોટા પાયે દરોડા પાડ્યા હતા અને થોડા જ દિવસોમાં કરચોરી કરનારાઓ પર મેગા ઓપરેશન શરૂ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *