મેરઠ
ઉત્તર પ્રદેશના મેરઠના સરધનામાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક અદાવતની ઘટનાએ 8 વર્ષની માસૂમ બાળકીનો જીવ લઈ લીધો. બાળકીના ઘરમાં ઘુસેલા 9 લોકોએ ગોળીઓ ચલાવી અને બાળકને વાગી ગઈ. હવે પોલીસે ત્રણ ટીમ બનાવી આ હત્યારાઓને શોધી રહી છે. પોલીસે બાળકીની લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને ફરિયાદ નોંધી લીધી છે. આવો જાણીએ શું છે આ આખી ઘટના… હકીકતમાં જોઈએ તો. મામલો મેરઠના સરધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કાલંદ ગામનો છે. અહીં રવિવાર મોડી સાંજે હથિયારોથી સજ્જ 9 હુમલાખોરો એક ઘરમાં ઘુસ્યા અને ફાયરિંગ કરી દીધું, ગોળીબારીમાં એક ગોળી ત્યાં હાજર 8 વર્ષની બાળકીની વાગી ગઈ. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા.
બાળકીનું નામ આફ્રિયા છે. જેને હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થઈ ગયું. કહેવાય છે કે, સરધનાના કાલંદ ગામના રહેવાસી તહસીનને દૂધની ડેરી છે અને તેમનો દીકરો સાહિલને ગામના જ મશરૂર સાથે 2 વર્ષથી અદાવત ચાલતી હતી. બંને વચ્ચે એકબીજા પર સોશિયલ મીડિયા પર ટિપ્પણી બાબતમાં વિવાદ ચાલી રહ્યો હતો. એક વર્ષ પહેલા પણ બંનેમાં ટકરાવ થયો હતો. ત્યારબાદ સામસામે ફરિયાદ થઈ. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કહેવાય છે કે, આ અદાવતને લઈને રવિવાર સાંજે સાહિલ અને મશરૂરમાં ફરીથી ગાળાગાળી થઈ. આરોપ છે કે થોડા વાર બાદ મશરૂર પોતાના સાથીઓ સાથે સાહિલના ઘરે આવી પહોંચ્યો. જ્યાં તહસીનનો પરિવાર ભોજન કરી રહ્યો હતો અને ફાયરિંગ કરી દીધું. તેમાં ગોળી 8 વર્ષની આફ્રિયાને વાગી ગઈ. ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ ગયા. ઘટનાસ્થળ પર પોલીસ આવી અને બાળકીને હોસ્પિટલે દાખલ કરી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.