મળતી માહિતી મુજબ રાજકોટમાં વધુ 1 નકલી પોલીસ મેન ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ એ ડિવિજન પોલીસે નકલી પોલીસને ઝડપી પડ્યો હતો. ઘટનામાં હોટલમાંથી રૂપ લનાના સાથે નીકળેલા યુવક પાસેથી 40 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેની જાણ યુવકે એ ડિવિઝન પોલીસને કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને અલ્તાફ ખેરડીયા નામના યુવકને ઝડપી પાડ્યો હતો.
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી
થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો.