ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર

Spread the love

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ  ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે CID ક્રાઇમને સવાલ કર્યો હતો કે 6000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્યમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારે મહત્ત્વનો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં મહત્ત્વની વાત સામે આવી હોવાની સરકારે કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે. સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જેના પર કોર્ટે પૂછ્યું કે 6000 કરોડનો  આંકડો ક્યાંથી આવ્યો? જવાબમાં સરકારી વકીલે કહ્યું કે હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે અને તેમાંથી 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે.

આ સાથે જ સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથી. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું 41 જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.

આ સાથે જ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો, પોર્ષ અને મર્સિડિઝ જેવી મોંઘીદાટ ગાડીઓ પણ ખરીદવામાં આવી છે. 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 22 સ્થાવર મિલકત ખરીદી છે જેની બજાર કિંમત 30થી 35 કરોડ માનવામાં આવી રહી છે. આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પણ પ્રાથમિક માહિતી છે.  19 કરોડ જેટલી રકમ 2 એકાઉન્ટમાંથી રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરકારે  BZ કૌભાંડ મામલે 49 પીડિતોનો રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો છે.  આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ ગુનો GPID હેઠળ આવતો નથી. અરજદારના તમામ ખાતા જપ્ત કરવામાં આવ્યા છે. જો આ ખાતા જપ્ત રહેશે તો અરજદાર ચુકવણી નહીં કરી શકે. જો કોઇ રોકાણકારને ચુકવણી કરવામાં નહીં આવે તો લોકો ફરિયાદ કરશે. અરજદાર જેલની બહાર રહેશે તો જ રોકાણકારોના પૈસા પરત ચુકવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com