અમદાવાદમાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા કુલ-૧૧૧ પેટા પરીક્ષા કેન્દ્રો ઉપર કલાક ૧૧.૦૦ થી કલાક ૧૩.૦૦ દરમ્યાન યોજાનાર છે.

આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત-ચિત્તે શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા આપે અને પરીક્ષાનું સુચારું સંચાલન થઇ શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હકુમત હેઠળમાં નીચે મુજબનાં કૃત્યો કરવાનો પ્રતિબંધ ફરમાવવાનું પ્રવર્તમાન સંજોગોમાં આવશ્યક જણાય છે. હું જી.એસ. મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટિફિકેશન નં. જીજી/ ૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા. ૦૭/૦૧/૧૯૮૯ના સંકલિત જાહેરનામા નં. જીજી/ફકઅ/૧૦૮૮/ ૬૭૫૦/મ, અન્વયે મને મળેલ સત્તાની રુએ પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલાં તમામ મકાનો, જગ્યા, સ્થળ, વિસ્તાર અને ઝેરોક્ષ સેન્ટર/દુકાનો માટે પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર ફરમાવી તેમાં નીચે જણાવેલ કૃત્યો કરવાની મનાઇ ફરમાવું છું:

(૧) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા થવા પર,

(ર) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર.

(૩) પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર.

(૪) પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનિક વિજાણુ ઉપકરણ લઇ જવા પર.

(૫) પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમ્યાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર.

(૬) પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઇ જવા પર.

(૭) પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર

(૮) પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર

આ હુકમ ફરજ પરના પોલીસદળ તથા હોમગાર્ડના માણસો તથા પરીક્ષા અનુસંધાને ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓને લાગુ પડશે નહીં.આ હુકમ તા. ૨૨/૧૨/૨૦૨૪ના કલાક ૦૯.૦૦થી કલાક ૧૫.૦૦ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ -૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનરશ્રીઓ/ અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ. સુધીના હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ની કલમ -૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com