સૂત્રોચ્ચાર સાથે લોકતાંત્રિક રીતે દેખાવો કરી રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો પર પોલીસે બળપ્રયોગ કર્યો
અમદાવાદ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ એ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખુબજ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે. તેના વિરૂધ્ધમાં “અમિત શાહ રાજીનામું આપે અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે” તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, સારંગપુર બ્રિજ નાં છેડે ધરણા-પ્રદર્શન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સુત્રોચ્ચાર-પ્લે કાર્ડ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, શ્રી પંકજ શાહ, શ્રી પંકજ પટેલ, વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વિનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મહામંત્રીશ્રી રાજુ બ્રહ્મભટ્ટ, શ્રી બળદેવ લુણી, ભરત મકવાણા, જગત શુકલા, જુનેદ શેખ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શહેજાદખાન પઠાણ, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, પ્રદેશ પ્રવક્તાશ્રી પ્રગતિ આહિર, ડૉ. અમિત નાયક, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના દંડકશ્રી જગદીશ ઠાકોર, મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી કામિનીબેન સોની, કોર્પોરેટરો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ધરણા-પ્રદર્શનમાં જોડાયા હતા.
“અમિત શાહ માફી માંગે”, “અમિત શાહ રાજીનામું આપે” તેવી માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે લોકતાંત્રિક રીતે દેખાવો કરી રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પર ઉગ્રતાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, શ્રી મંગળ સુરજકર સહિત ૧૦૦ થી વધુ કાર્યકર્તા-આગેવાનોની પોલીસે અટકાયત કરીને પોલીસ હેડકવાર્ટર ખાતે લઈ ગયા હતા.