BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં CIDની ટીમે શિક્ષકની ધરપકડ કરી

Spread the love

હિંમતનગરથી CIDની ટીમે પ્રાંતિજના પ્રાથમિક શાળાના શિક્ષક સહિત BZ ગ્રૂપની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોયની ધરપકડ કરી છે. શિક્ષક ભૂપેન્દ્ર ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. પૂછપછમાં કૌભાંડને લઈ ખુલાસા થવાની શક્યતા. ગુજરાતના સાબરકાંઠામાંથી ઝડપાયેલા BZ ગ્રુપ કૌભાંડમાં CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. પ્રાંતિજના પ્રાથમિક શિક્ષક સહિત 2 લોકોની CID દ્વારા અટકાયત કરી છે. બંન્ને શખ્સોને વધુ પુછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવ્યા છે. શિક્ષકની ફરજ પર હોવા છતાં BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા હોવાનો ખુલાસો થયો છે. શપ્સ ભૂપેન્દ્ર ઝાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો. CIDએ ઝડપેલો શિક્ષક ભૂપેન્દ્ર ઝાલા માટે લાયઝનીંગ માટે કામ કરતો હતો. તેને અનેક શિક્ષક અને અધિકારીઓને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવ્યું હતુ.

CIDએ શિક્ષક સાથે ભૂપેન્દ્ર ઝાલાના 1 ઓફિસ બોયની અટકાયત કરી છે. ઝડપાયેલા શખ્સની તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા નામના કૌભાંડીએ એકના ડબલ કરી આપવાનું કહી 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. જેમાં ગુજરાતની સામાન્ય જનતાની સાથે સાથે શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ, નિવૃત કર્મચારીઓ, લેભાગુની લાલચમાં આવીને લૂંટાયા છે. તેમજ સરકારી કર્મચારીઓ પણ કૌભાંડીના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ હતુ. ભૂપેન્દ્ર ઝાલા, દરેક એજન્ટને રોકાણ સામે 5થી 25 ટકાનું કમિશન આપતો હતો. CIDએ બે બેંક ખાતાની તપાસ કરતા. બંને ખાતામાંથી રૂપિયા 175 કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું હતુ. જો કે આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com