રાજ્યમાં 24 હજાર શિક્ષકોની ભરતી પછી પણ આગામી વર્ષે 30 હજાર જગ્યા ખાલી રહેશે

Spread the love

અમદાવાદ

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્તમાનમાં આવેલી જાહેરાત સિવાય આગામી સમય માટે ભરતી બોર્ડની રચના કરવા માગણી કરાઈ છે. હાલમાં શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24700 જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ ભરતીની પ્રક્રિયા પછી પણ આગામી વર્ષે 30 હજાર જગ્યા ખાલી રહેશે તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે. મહાસંઘે ભરતી બોર્ડ ઉપરાંત ભરતીની પ્રક્રિયા ઝડપી બનાવવા માગણી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ પૈકી 24700 જગ્યાની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની પ્રક્રિયા પૂરી થાય તો પણ આગામી વર્ષે 30 હજાર જગ્યાઓ ખાલી રહેશે. સમયસર શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે લાખો બાળકોનું શિક્ષણ પ્રભાવિત થાય છે. આ ભરતી પ્રક્રિયામાં નિયામક તેમજ કમિશનર કચેરીમાં સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. ભરતીની પ્રક્રિયા સમયે તેઓની બદલી પણ થાય છે.

ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીની જાહેરાત બાદ પાંચ મહિના પછી પણ પીએમએલ બહાર પાડી શકાયું નથી. વર્તમાનમાં આવેલી જાહેરાતો સિવાય આગામી ભરતી માટે આગામી બજેટમાં તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની નિયમિત ભરતી કરવા શિક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવે તેવી માગણી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. એડવાન્સમાં સમગ્ર વર્ષની ભરતી માટેનું કેલેન્ડર બને તે પણ જરૂરી હોવાનું જણાવાયું છે. સમયસર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે થતાં વિધાર્થીઓના શિક્ષણના નુકસાનને ટાળવા માટે શિક્ષક ભરતી બોર્ડની રચના કરવા માટે રજૂઆત કરાઈ છે. ભરતી પ્રક્રિયા શરૂ થાય તેનો પ્રથમ રાઉન્ડ પૂરો થાય પછી બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ કરી પૂરેપૂરી જગ્યાઓ આ જાહેરાત અન્વયે જ ભરી દેવી જોઈએ. જાહેરાતની ફાઈલ ચલાવતી વખતે એક જ રાઉન્ડ કરવાની સૂચના હતી. જેથી જયાં સુધી જગ્યાઓ ભરાય ત્યાં સુધી રાઉન્ડ આપવાની જોગવાઈ હોવી જોઈએ. જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ ખૂબ જ વિલંબ થયો હતો. જેથી આ પ્રક્રિયા ઝડપથી આગળ વધે તે માટે પણ સૂચના આપવા શૈક્ષિક મહાસંઘની માગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com