એન. એસ. યુ. આઈ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે કુલપતિ માંફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
અમદાવાદ
ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ દ્વારા વારંવાર ડો. બાબાસાહેબ આંબેડકરનુ અપમાન કરવામાં આવી રહ્યું છે.વિશ્વવિભૂતિ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ 14 એપ્રિલ પર કોઈ પણ ઉજવણી ન કરવામાં આવી તેમજ 26 નવેમ્બર બંધારણ દિવસ વખતે કે ૬ ડિસેમ્બર પર કોઈ પણ કાર્યક્રમ ના કરી અને સોશિયલ મીડિયા માં પણ પોસ્ટ મૂકવામાં આવતી નથી જે બાબા સાહેબ આંબેડકર નુ અપમાન અને વિરોધી માનસિકતા છતી કરેલ છે.જે વ્યક્તિ ને નોલેજ ઓફ સિમ્બોલ અને કાયદાવિધ તેમજ શિક્ષણવિદ તરીકે ઓળખવામાં આવે છે તેમની અવગણના યુનિવર્સિટી ના સત્તાધીશો દ્વારા કરી સમગ્ર વિધાર્થીઓનુ પણ અપમાન કરેલ છે.યુનિવર્સિટી ના કુલપતિ તેમજ રજિસ્ટ્રાર ને આ રજુઆત કરવા જતા તેઓ યુનિવર્સિટી ખાતે ગેરહાજર રહેલ હતા તેમજ તેમની બાબાસાહેબ માટેની વિરોધી માનસિકતા છતી થયેલ હતી.યુથ કોંગ્રેસ અને એન. એસ. યુ. આઈ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે કુલપતિ માંફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જેમા ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા,એન.એસ.યુ.આઈ ના પ્રવક્તા હર્ષ ચૌહાણ.લીગલ સેલના પ્રમુખ પ્રશાંત રૂપાલા,બકુલ મકવાણા,અજય સુરજકર,ચિરાગ દરજી,ભાવિક રોહિત સહિતના ૩૦ થી ૪૦ જેટલા કાર્યકરો હાજર રહ્યાં હતાં