છોટાઉદેપુર
ગુજરાતમાં અત્યારે નકલી નકલીની ભરમાર જોવી મળી રહીં છે, છાસવારે એક પછી એક નકલીનું કૌભાંડ સામે આવી રહ્યું છે. ક્યાંક નકલી અધિકારી, ક્યાંક નકલી ડૉક્ટર, ક્યાંક નકલી કચેરી તો ક્યાંક નકલી કિન્નર અને નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે.
નકલી ઈન્કમટેકસ ઓફિસર બની લાખો રૂપિયા ઠગનારની આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, છોટાઉદેપુરના જેતપુર તાલુકાના ખેડૂતોના ઘરે જઈને આ આરોપી ઈન્કમટેકસ ઓફિસરની ઓળખ આપીને રેડ પાડતો અને પૈસા પડાવતો હતો.
એટલું જ નહીં પરંતુ નકલી દવાઓનું વેચાણ કરો છો તેવું કહીને રોકડ રકમ સહિત 15 લાખનું પોટલું વાળ્યું હતું. એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટેશન જવાનું કહી ઘરેથી સાથે નીકળી ખેડૂતને રસ્તામાં ઉતારીને આરોપી ત્યાંથી રફુચક્કર થઈ ગયો છે. સમગ્ર આ મામલે જાન્યુઆરી 2023માં કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૂળ દાહોદ એઝાઝ હાફિઝ શેખ છેલ્લા એક વર્ષથી વોન્ટેડ જાહેર થયેલો હતો.
અત્યારે વડોદરા એસઓજી પોલીસે એઝાઝ હાફિઝને તાંદલજામાંથી ઝડપી પાડયો છે. પોલીસે અત્યારે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આવા ઠગોની સંખ્યા ખુબ જ વધી રહીં છે.જે સામે અત્યારે કાર્યવાહી કરવી ખુબ આવશ્યક છે.